અલ્પેશ ઠાકોર : ‘ગુજરાત ક્યારેય પ્રાંતવાદનો નારો ન આપી શકે’

1017

રાજ્યમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોર આજે એક દિવસના પ્રતિક ઉપવાસ કરી રહ્યો છે.  સદભાવના ઉપવાસ પહેલા  અલ્પેશ ઠાકોરે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. પોલીસે અલ્પેશને ઉપવાસ માટે સવારના 11 વાગ્યાથી પાંચ વાગ્યા સુધીની મંજૂરી આપી છે.  ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોરે કહ્યું કે, “ગાંધી અને સરદારના ગુજરાતમાં હિંસાનો કોઈ સ્થાન નથી. જે બનાવો બન્યાં છે તે ખૂબ જ દુઃખદ છે. અફવાઓનું બજાર ચાલ્યું અને ગરીબોને લડાવવાનો પ્રયાસ થયો હતો. ગુજરાત ક્યારેય પ્રાંતવાદનો નારો ન આપી શકે.”

Previous articleરાફેલ ડિલ : ખરીદી પ્રક્રિયાની માહિતી આપવા કેન્દ્રને આદેશ
Next articleસેન્સેક્સ 900 પોઈન્ટના ઘટાડા સાથે ખૂલ્યો