પૃથ્વીને સેહવાગ સાથે સરખાવતાં પહેલાં બે વાર વિચાર કરજો : ગંભીર

780

૨૦૦૪થી ૨૦૧૬ સુધીમાં કુલ ૨૪૨ આંતરરાષ્ટ્રીય મૅચ રમી ચૂકેલા ઓપનિંગ બૅટ્‌સમૅન ગૌતમ ગંભીરે ગઈ કાલે અહીં એક પ્રમોશનલ ઇવેન્ટમાં પત્રકારો સાથેની વાતચીતમાં તાજેતરમાં જ કરિયરની પહેલી ટેસ્ટના પ્રથમ દાવમાં ઐતિહાસિક સદી ફટકારનાર મુંબઈના ૧૮ વર્ષીંય પૃથ્વી શૉની પ્રશંસા કરવાની સાથે તેને (પૃથ્વીને) ભૂતપૂર્વ ઓપનર વીરેન્દર સેહવાગ સાથે સરખાવતી કેટલાક નિષ્ણાતોની કમેન્ટ વિશે કહ્યું હતું કે ‘મારી દૃષ્ટિએ કોઈએ પણ પૃથ્વીને સેહવાગ સાથે સરખાવતાં પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ.

મારા મતે તો કોઈને પણ કોની સાથે સરખાવવો ન જોઈએ. પૃથ્વીએ હજી કારકિર્દી શરૂ કરી છે ત્યાં વીરુ સાથે તેની તુલના થવા લાગી છે. હું તુલનામાં માનતો જ નથી. પૃથ્વીનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે અને સેહવાગનું પોતાની આગવી સ્ટાઇલ અને પ્રતિભા હતી. ૧૦૦ ટેસ્ટ રમેલા વીરુ સાથે પૃથ્વીની સરખામણી કઈ રીતે કરી શકાય?’

Previous articleજિંદગી ખાતર બેટિંગ કરવા મોકલવાનો થાય તો હું સચિનની પસંદગી કરીશ : શેન વૉર્ન
Next articleપૃથ્વીની તુલના ન કરો, તેને ક્રિકેટર તરીકે વિકસિત થવા દો : કોહલી