સમદ આરબ હત્યા કેસમાં આઠેય આરોપી નિર્દોષ જાહેર

1121
bvn8112017-9.jpg

શહેરના મતવાચોક વિસ્તારમાં ર૦૧પ (ત્રણ વર્ષ)ની સાલમાં રાત્રિ દરમ્યાન સમદ આરબની ફાયરીંગ કરી હત્યા કરાઈ હતી. બનાવ અંગે મૃતકના ભાઈએ આઠ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે આઠેય શખ્સોની ધરપકડ કરી હતી. જે બનાવ અંગેનો કેસ આજરોજ ભાવનગર કોર્ટમાં ચાલી જતા પુરાવાના અભાવે કોર્ટે આઠેય આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. શહેરમાં ચક્ચાર મચાવનાર સમદ આરબ હત્યાના ચુકાદાને ધ્યાન રાખી પોલીસ તંત્ર દ્વારા કોર્ટ સંકુલમાં ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ, શહેરના મતવાચોકમાં સમદ આરબની ફાયરીંગ કરી હત્યા કરાઈ હોવાના ગુન્હામાં મૃતકના ભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં વલી જમાલભાઈ હાલારી, ઉબેદ કરીમભાઈ શેખ, જુબેર મુનાફભાઈ શેખ, અબ્દુલ મહંમદરફીક ગુલામનબી મન્સુરી, સમશેર ઉસ્માનભાઈ ચૌહાણ, ભાવેશ ઉર્ફે ભાવુ હિરાલાલ જાની, અલ્તાફ ઉર્ફે તલવાર વહાબભાઈ ખોખર અને ચેતન ઉર્ફે સુર્ય જયસુખભાઈ વાઘોશી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે ગુન્હામાં પોલીસે આઠેય આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર શહેરમાં ચક્ચાર ફેલાવનાર સમદ આરબ હત્યા કેસનો ચુકાદો આજરોજ ભાવનગર કોર્ટમાં હોય પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ કેસમાં પુરાવાના અભાવે જજ એમ.જે. પરાશર દ્વારા ઉપરોક્ત આઠેય આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.

Previous articleફુટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ
Next articleભાજપ દ્વારા જન સંપર્ક અભિયાન