બોલિવૂડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચના ૭૬માં જન્મ દિવસે દેશભરના ચાહકોએ પોતાના ચહિતા અભિનેતાને શુભેચ્છા આપી છે. અમિતાભ બચ્ચન આવનાર વર્ષો સુધી તેમના માટે મનોરંજન કરે તેવી ઇચ્છા પણ ચાહકોએ વ્યક્ત કરી છે. બોલિવૂડના સૌથી ટોચના અભિનેતા અમિતાભ બચ્ચના જન્મ દિવસે દેશભરમાં ચાહકો જુદી જુદી રીતે તેમના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યા છે. અમિતાભ બચ્ચન માટે કેટલીક બાબતો હંમેશા જાણીતી રહી છે. આટલા ટોચના અભિનેતા હોવા છતાં અમિતાભ બચ્ચન ક્યારેય પણ શિસ્તથી બહાર ગયા નથી. પોતાના શૂટિંગના સમયથી પહેલાં નિર્ધારિત જગ્યા પર પહોંચી જાય છે. અમિતાભની આ જ કુશળતાના કારણે આજે પણ બોલિવૂડમાં સૌથી મોટા અભિનેતા તરીકે અમિતાભને ગણવામાં આવે છે. ડિરેક્ટરની સૂચના બહારનું એક પણ કામ તે કરતા નથી. એક કલાકારમાં જે ગુન હોવા જોઈએ તે ગુણ અમિતાભમાં સ્પષ્ટપણે જોવા મળે છે. અમિતાભ માત્ર મોટા પર્દા ઉપર જ નહીં બલ્કે નાના પર્દા ઉપર પણ ધૂમ મચાવી ચૂક્યા છે. અમિતાભે કેબીસીમાં અભૂતપૂર્વ સફળતા હાંસલ કરીને ટેલિવિઝનની દુનિયામાં પણ એક નવો પ્રવાહ શરૂ કર્યો હતો. કોન બનેગા કરોડપતિ શોની નકલ પણ ઘણા શોમાં કરવામાં આવે છે પરંતુ અમિતાભની નજીક કોઈ પણ નથી. અમિતાભે પોતાની કેરિયર દરમિયાન ૨૦થી વધારે ફિલ્મોમાં વિજય નામ રાખ્યું છે. અમિતાભનો અર્થ અસાધારણ પ્રતિભા અને અમિતાભે પોતાના નામ મુજબ જ અસાધારણ સફળતા અને પ્રતિભાનો પરિચય આપ્યો છે. અમિતાભ બચ્ચને સૌથી પહેલાં ૧૯૭૦માં લોકપ્રિયતા મેળવી હતી. ૭૦ના દશકમાં તે હિન્દી સિનેમાના એગ્રી યંગમેન તરીકે ઊભરી આવ્યો હતો. ત્યારબાદથી ભારતીય સિનેમાના ઇતિહાસમાં સૌથી મોટી હસ્તી તરીકે ઊભરી આવ્યો છે.