વડાપ્રધાન ‘મોદી’ ભ્રષ્ટ, રાજીનામું આપે : રાહુલ

635

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાફેલ ડીલને લઈને એકવાર ફરીથી પીએમ મોદી પર તીખો હુમલો કર્યો છે. રાહુલે ગુરૂવારે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે, રાફેલ પર થયેલા નવા ખુલાસાથી એક વખત ફરીથી સ્પષ્ટ થયુ છે કે, વડાપ્રધાને ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીની ખિસ્સામા નાખ્યા છે. રાહુલે ડિફેન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણના ફ્રાન્સના પ્રવાસ પર પણ પ્રશ્ન ઉભા કર્યા છે. ફ્રાન્સની ઈન્વેસ્ટિગેશન વેબસાઈટ મીડિયા રિપોર્ટમાં છપાયેલ એક લેખના હવાલાથી કહ્યું કે, હવે દસોના સીનિયર એગ્જિક્યુટિવે પણ કહ્યું છે કે, પીએમ મોદીના કહેવા પર રિલાયન્સને રાફેલ ડીલમાં સામેલ કરવામા આવી હતી.  રાહુલ ગાંધીએ રાફેલ સોદાને લઈને કહ્યું કે, હિન્દુસ્તાનનો વડાપ્રધાન જ ભષ્ટ છે.

રાહુલે કહ્યું કે, આનાથી પહેલા રાફેલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિએ પણ કહ્યું હતુ કે, ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યું હતુ કે અનિલ અંબાણીને આનો કોન્ટ્રાક્ટ મળવો જોઈએ. હવે રાફેલના સીનિયર એક્ઝિક્યુટિવ રહેલ એક વ્યક્તિએ કહ્યું છે કે, હિન્દુસ્તાનના પીએમએ અનિલ અંબાણીને ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું કોમ્પેન્સેશન આપ્યું છે. રાહુલે કહ્યું, સાંભળ્યું છે કે, નિર્મલા સીતારમન જી ફ્રાન્સ ગયા છે. એવી તો કઈ ઈમરજન્સી છે કે, તેઓ ફ્રાન્સ ગઈ છે અને દસોની ફ્રેકટરીમાં જવું છે.

રાહુલે પીએમ પર ડાયરેક્ટ એટેક કરતાં કહ્યું કે, અનિલ અંબાણી પર ૪૫,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું છે. તેથી દસ દિવસ પહેલા કંપની ખોલી અને જનતાના ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામાં નાંખી દીધા. આ રાફેલના બીજા સૌથી મોટા અધિકારીએ આ વાત કરી છે. આનાથી સ્પષ્ટ કરપ્શનનો કેસ થઈ જ ના શખે. આખા હિન્દુસ્તાનને ખબર છે કે, મોદી જીએ જનતાના ૩૦,૦૦૦ કરોડ રૂપિયા અનિલ અંબાણીના ખિસ્સામા નાંખી દીધા છે.

રાહુલે કહ્યું કે, ભારતના રક્ષા મંત્રી ફ્રાન્સ જઈ રહ્યા છે. આનાથી સ્પષ્ટ સંકેત શું હોઈ શકે છે. અંતે ફાન્સમાં એવું તો ક્યુ જરૂરી કામ આવી ગયું છે. તેઓ ત્યાં દસોની કંપનીમાં પણ જશે. દસોને એક વાત ખબર છે કે, તેને એક બિગ કોન્ટ્રક્ટ મળ્યો છે. તેથી તેને તેવું જ કહેવુ છે, જે ભારતની સરકાર ઈચ્છશે. જોકે, તેના આંતરિક દસ્તાવેજમાં તે વાત સામે આવી છે કે, પીએમે અનિલ અંબાણીને કોન્ટ્રાક્ટ આપવાની વાત કરી છે. હજુ અન્ય કોન્ટ્રાક્ટ પરની સાચા તથ્ય સામે આવશે.

એરસેલ મેક્સિસ ડીલમાં ઘેરાયેલ કાર્તિ ચિદમ્બરમના ઠેકાણાઓ પર રેડને લઈને રાહુલે કહ્યું, તેઓ તમારા પર દબાણ બનાવવાની કોશિષ કરશે, પરંતુ અમારા પ્રશ્નોના જવાબ આપશે નહી. પીએમ મોદીએ કહ્યું હતુ કે, તેઓ દેશના ચોકીદાર બનશે. નંબર બે એક્ઝિક્યુટીવનું કહેવું છે કે, ડીલ માટે રિલાયન્સને જોડવું પડ્યું. તેઓ દેશના નહી પર અનિલ અંબાણીના ચોકીદાર છે.

Previous articleઅમદાવાદ : GMDC ગ્રાઉન્ડમાં ગરબાની રમઝટ
Next articleબિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર ફરી એકવાર ચંપલ ફેંકાયુ