બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર ફરી એકવાર ચંપલ ફેંકાયુ

776

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર પટનામાં જેડીયુના છાત્ર સંગમના કાર્યક્રમમાં ચંદન નામના એક શખ્સે ચંપલ ફેંક્યું હતું. જો કે પટનાના બાપુ સભાગારમાં યોજાયેલા કાર્યક્રમમાં ચંદન દ્વારા ફેંકવામાં આવેલું ચંપલ ડાયસ સુધી પહોંચ્યું ન હતું. જો કે આ ઘટના બાદ નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ ચંપલ ફેંકનારા શખ્સ ચંદનની ધરપકડ કરી છે.ધરપકડ કરાયેલો યુવક ચંદન તિવારી ઔરંગાબાદનો વતની છે.

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર અનામતના વિરોધમાં ચંપલ ફેંકવાની ઘટના બની છે. ચંપલ ફેંકનારો ચંદન તિવારી સવર્ણ સેનાનો વર્કર હોવાનું સામે આવ્યું છે.

આ પહેલા જાન્યુઆરી-૨૦૧૬માં બખ્તિયારપુરના એક કાર્યક્રમમાં સામેલ થવા ગયેલા મુખ્યપ્રધાન નીતિશ કુમાર પર જોડું ફેંકવામાં આવ્યું હતું. ૨૦૧૬ની ઘટના વખતે પણ નીતિશ કુમાર મહિલાઓને ૩૫ ટકા અનામત અને દારૂબંધીના નિર્ણય પર બોલી રહ્યા હતા. ત્યારે એક યુવકે તેમનના ઉપર જોડું ફેંક્યું હતું. જો કે તે વખતે પણ ચંપલ ડાયસ સુધી પહોંચી શક્યું ન હતું.

Previous articleવડાપ્રધાન ‘મોદી’ ભ્રષ્ટ, રાજીનામું આપે : રાહુલ
Next articleહત્યાના મામલામાં રામપાલ આખરે અપરાધી કરી દેવાયા