રશિયા સાથે ભારતે જી-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ સોદાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ રૂપે ભારતને ધમકી આપતા કહ્યું છે કે, રશિયા સાથે પાંચ અબજ ડોલરની જી-૪૦૦ મિસાઈલ સિસ્ટમ ખરીદવા પર ભારતને ટૂંક સમયમાં જ (ઝ્રછછ્જીછ) પ્રતિબંધો પર તેમના નિર્ણયની જાણ થઈ જશે. નિષ્ણાંતોએ આશંકા વ્યક્ત કરી હતી કે, ગત વર્ષે જ પ્રતિબંધ લગાવનારો કાયદો બન્યા બાદ ભારત પર અમેરિકા પ્રતિબંધો લગાવી શકે છે.
કારણ કે અમેરિકાની નજરમાં આ સોદો ખુબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાએ તાજેતરમાં જ રશિયા પાસેથી જી-૪૦૦ ટ્રાયમ્ફ મિસાઈલ ખરીદવાને લઈને ચીન પર પ્રતિબંધો લગાવ્યા છે. પરંતુ ફ્રેંડ્સ ઓફ ઈંડિયાને આશા છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને ઝ્રછછ્જીછ અંતર્ગત પ્રતિબંધોમાંથી છૂટછાટ આપશે, કારણ કે અમેરિકા ભારતને મહત્વપૂર્ણ ભાગીદાર માની રહ્યું છે. સાથે જ અમેરિકા આગામી કેટલાક વર્ષોમાં અબજો ડૉલરના હથિયારો ભારતને વેચવાના સોદાને અંતિમ રૂપ આપવાના તબક્કામાં છે.
ઝ્રછછ્જીછ અંતર્ગત રશિયા પાસેથી હથિયારોના સોદા પર અમેરિકી પ્રતિબંધોમાંથી ભારતને છૂટછાટ આપવાનો અધિકાર માત્ર ટ્રમ્પ પાસે જ છે. ભારત અને રશિયા વચ્ચે થયેલી ડીલ બાબતે પુછતા ટ્રમ્પે ઓવલ ઓફીસમાં કહ્યું હતું કે, ભારતને જાણ થઈ જશે. ભારતને જાણ થવા જઈ રહી છે. સાથે જ ટ્રમ્પે કહ્યું છે કે, ઈરાન પર ચાર નવેમ્બરથી લાગુ થવા જઈ રહેલા પ્રતિબંધો બાદ ક્રુડ ઓઈલની આયાત કરનારા દેશો પર અમેરિકા નજર રાખશે. ભારત અને ચીન જેવા દેશો દ્વારા ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું યથાવત રાખવાને લઈને ટ્રમ્પે કહ્યું હતું કે, અમે નજર રાખીશું.
બીજી બાજુ સંસદીય સૂત્રોનું કહેવું છે કે, સંરક્ષણ મંત્રી જિમ મેટિસ અને વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ભારતને ધ્યાનમાં રાખીને જ ઝ્રછછ્જીછમાં રાષ્ટ્રપતિ દ્વારા છુટછાટ આપવા પર ભાર મુક્યો હતો. પરંતુ આ સંબંધે અંતિમ નિર્ણય ટ્રમ્પે જ લેવાનો છે. જોકે, છેલ્લા કેટલાક સપ્તાહથી ભારતની વ્યાપાર અને ટેક્ષ નીતિઓને લઈને ભારત પ્રત્યે ટિકાત્મક વલણ અપનાવી રહ્યાં છે. અને તાજેતરમાં જ જી-૪૦૦ ને લઈને આપેલા નિવેદન બાદ ટ્રમ્પનો અંતિમ નિર્ણય શું કહે તે જોવું રહ્યું.