ઓરિસ્સા-આંધ્રપ્રદેશમાં તિતલી તોફાનથી તબાહી : ૧૦નાં મોત

1389

ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે તબાહી મચાવી રહેલા ચક્રવાતી તોફાન તિતલીના પરિણામ સ્વરુપે બે લોકોના મોત થઇ ગયા છે અને હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયું છે. હાલમાં આ ચક્રવાતી તોફાન હળવું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. નિચાણવાળા વિસ્તારોમાં હજુ પણ તોફાનના કારણે ભારે વરસાદ થવાના કારણે પુર જેવી સ્થિતિ ઉભી થઇ શકે છે. કેન્દ્રીયમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઘણી જગ્યાઓએ જનજીવન ખોરવાઈ ગયું છે. સરકાર અને વહીવટીતંત્ર સંપૂર્ણપણે એલર્ટ ઉપર છે. કટોકટીના સમયમાં તમામ લોકો આગળ આવે તે ખુબ જરૂરી છે. હોનારતનો સામનો કરવા માટે તમામ તૈયારીઓ રાખવામાં આવી છે. આ પહેલા મુખ્યમંત્રી નવી પટનાયકે સ્પેશિયલ રિલીફ કમિશનરની ઓફિસમાં જઇને પ્રચંડ તોફાનનો સામનો કરવા માટે કયા પ્રકારની તૈયારી કરાઈ છે તેની સમીક્ષા કરી હતી. ચક્રવાતી તોફાન તિતલીના પરિણામ સ્વરુપે બંને રાજ્યોમાં હાલત કફોડી બની છે. ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે. તોફાની પવનના લીધે અનેક જગ્યાઓએ વૃક્ષો ધરાશાયી થયા છે. વિજળીના થાંભલા તુટી પડ્યા છે.

બે જુદી જુદી ઘટનાઓમાં બેના મોત થઇ ચુક્યા છે. શ્રીકાકુલમમાં એકનું મોત થયું છે. ઓરિસ્સામાં એનડીઆરએફની ૧૪ ટીમો તૈયાર કરવામાં આવી છે. એનડીઆરએફની ટીમો બાલાસોર, સંભલપુર, ગજાપતિ, નયાગઢ, પુરી, કેન્દ્રપાડા, ભુવનેશ્વરમાં મોકલવામાં આવી છે. એનડીઆરએફની ચાર ટીમો આંધ્રપ્રદેશના વિશાખપટ્ટનમ, શ્રીકાકુલમ, વિદ્યાનગરમાં મોકલવામાં આવી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે પુરની સ્થિતિની દહેશત વચ્ચે ૩૦૦ મોટરબોટની સેવા લેવામમાં આવી છે. ઓરિસ્સા અને આંધ્ર બંને જગ્યાએ હાલત કફોડી બનેલી છે. ઓરિસ્સાના ગોપાલપુરમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. ગોપાલપુરમાં તિતલી વિનાશકારી રૂપમાં દેખાતા તંત્ર દ્વારા વધુ અસરકારક પગલા લેવામાં આવ્યા હતા. ઓરિસ્સામાં ૧૦૦૦૦ લોકોેને સુરક્ષિત સ્થળે ખેસડી દેવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશમાં શ્રીકાકુલમમાં ભારે વરસાદ થયો છે. જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. બંગાળના અખાત પર સર્જાયેલા દબાણના કારણે આવેલા ચક્રવાતી તોફાને હવે વિનાશકારી સ્વરુપ ધારણ કરી લીધું છે જેના ભાગરુપે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. તોફાની પવન ફુંકાઇ રહ્યા છે. ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ઓરિસ્સામાં સ્કુલ કોલેજો બંધ કરવામાં આવ્યા બાદ તંત્ર બિલકુલ સાવધાન થઇ ગયું છે. હવામાન વિભાગના કહેવા મુજબ આ ચક્રવાતના કારણે ૧૪૫ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યુ છે.  ચક્રવાતના ખતરાને ધ્યાનમાં લઇને ઓરિસ્સા અને આંધ્રપ્રદેશ સરકાર સાવચેતીના પગલા ગઇકાલે જ લેવામાં આવી ચુક્યા હતા. નિચલા વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત ખસેડવામાં આવ્યા હતા.  બંને રાજ્યોમાં એનડીઆરએફની ટીમ સક્રિય કરવામાં આવી હતી. ખતરાને ધ્યાનમાં લઇને ઓરિસ્સા સરકારે રાજ્યની તમામ સ્કુલ કોલેજો અને આંગણવાડી કેન્દ્રોને ૧૧મી અને ૧૨મી ઓક્ટોબરે બંધ રાખવાના આદેશ કર્યા છે. વિદ્યાર્થી ચૂંટણી રદ કરવામાં આવી છે. બીજી બાજુ ભરતી પરીક્ષા પણ રદ કરવામાં આવી છે. ઓરિસ્સામાં એકાએક પુરની સ્થિતિ સર્જાઈ શકે છે. એનડીઆરએફની ૧૪ ટીમો ઓરિસ્સામાં તૈયાર કરવામાં આવી છે. ૮૩૬ રાહત કેમ્પો તૈયાર કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓરિસ્સામાં ટ્રેન સેવા ખોરવાઈ જવાની દહેશત છે.

પાંચ લાખ લોકો હાલ અંધારપટ હેઠળ, ત્રણ લાખથી વધુનું સ્થળાંતર

ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં વિનાશકારી ચક્રવાતી તોફાનની તીવ્રતા હાલમાં ઓછી થાય તેવી શક્યતા ઓછી છે. દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા છે. તોફાનના કારણે એક મીટર સુધી પાણીના મોજા ઉછળવાના લીધે પુરી જિલ્લાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. આ ઉપરાંત અન્ય કેટલાક જિલ્લાઓમાં પણ જનજીવન ખોરવાઈ ગયું છે. પશ્ચિમ બંગાળ તરફ આગળ વધ્યા બાદ તિતલી તોફાન નબળું પડે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ પ્રચંડ તોફાનના પરિણામ સ્વરુપે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. હજારો લોકો બંને રાજ્યોમાં અંધારપટ હેઠળ આવી ગયા છે.

ટેલિફોન લાઈન ઠપ્પ થઇ ગઇ છે. બંને રાજ્યોના નિચાણવાળા વિસ્તારોમાં હાલત કફોડી બનેલી છે. ૬૦૦૦થી ૭૦૦૦ જેટલા વિજ થાંભલા તુટી પડ્યા છે. આશરે ચાર લાખથી પાંચ લાખ જેટલા લોકો અંધારપટ હેઠળ આવી ગયા છે. ઓરિસ્સાના  કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો છે. ૩૦૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પારાદીપ બંદર ઉપર ઓપરેશન બંધ કરવાની ફરજ પડી છે. ઘણી ફ્લાઇટો અને ટ્રેનોને રદ કરવામાં આવી છે. પારાદીપ બંદર ઉપર કામગીરી બંધ કરીને તમામ જહાજોને ઉંડા દરિયામાં મોકલી દેવાાં આવ્યા છે. પારાદીપ બંદર ઉપરના મુખ્ય અધિકારીઓ દ્વારા આ મુજબની માહિતી આપવામાં આવી છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગો બ્લોક કરવા અને ઇમરજન્સી કામ ખોરવાઈ જવાના તમામ બનાવો બન્યા છે. બંને રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે. સ્થિતિમાં સુધારો કરવામાં સમય લાગી શકે છે.

Previous articleશેરબજારમાં કડાકો : સેન્સેક્સ ૭૬૦ અંક લથડ્યો, રોકાણકારોએ ૪ લાખ કરોડ ગુમાવ્યા
Next articleએસ-૪૦૦ મિસાઈલ ડીલ : ભારતને ટૂંક સમયમાં ખબર પડી જશે : ટ્રમ્પની ધમકી