રાજુલા આહીર સમાજવાડી ખાતે કવિ હેમાળવી લીખીત ગીત ગજલો તેના જ સ્વરે મઢયો પથ્થરના શહેરમાં કાર્યક્રમ યોજાયો જેમાં સાહિતય સર્જક પરિવારના પ્રમુખ અને કેલિફોર્નિયા – અમેરિકા સ્થિત ડો. પ્રતાપભાઈ પંડયા તેમજ પરમ પુજયભાઈ રમેશભાઈ ઓઝાના આશીર્વાદથી અદ્ભૂત કાર્યક્રમ યોજાયો. જેમાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર ભજન સમ્રાટ નિરંજનભાઈ પંડયા ભકત કવી દુલાભાયા કાગના પૌત્ર બાબુભાઈ કાગ(મજાદર) રામુભાઈ ધાખડા, બાબ મામા કોટીલા, દિલીપભાઈ જોષી, અમરૂભાઈ બારોટ પ્રેસ પ્રતિનિધિ, હસુભાઈ વરૂ હેમાળ, મનુભાઈ (વડલી) સુરેશભાઈ મકવાણા, ડો. હાર્દીક જોષી, અંબરીષભાઈ જોષી, જયેશભાઈ આચાર્ય તેમજ સાહિત્ય સર્જક પરિવારના મુર્ધન્ય કવિ હર્ષદભાઈ ચંદારાણા, ઉમેશભાઈ જોષી, મહેન્દ્રભાઈ જોષી, પરેશભાઈ મહેતા, નિતિનભાઈ રાઠોડ, દાદબાપુ વરૂ કાતર દરબારની હાજરીમાં પ૦૦૦ની કિંમતની પુસ્તકોની કીટનું વિતરણ કરાયું આ પ્રસંગે અમરેલી જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના રાજુભાઈ ભટ્ટ, નાનકુભાઈ વરૂ, કમલેશભાઈ વરૂ, શિવાભાઈ રાજગોર, શબ્બીર અલી, મનોજભાઈ સંઘવી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી કવિ હેમાળ વીના પથ્થરના શહેરમાં કાર્યક્રમને સુરીલી સાંજે સંપન્ન થયો અને અંતે કવિ હેમાળીને સાફી બાંધી સન્માનિત કરાયા અને કવિ હેમાળવી સાહિત્ય ક્ષેત્રે ગીત ગજલ સહિત રાજયભરમાં ખુબ સારી નામના મેળવે તેવા અભિનંદન પાઠવાયા.