નિંગાળા નજીક લોડીંગ રીક્ષા પુલ પરથી ખાબકતા ડ્રાઈવરનું મોત

1149

નિંગાળા ગામ વચ્ચે વેરાવળ ભાવનગર નેશનલ હાઈવે હાલમાં કાળમુખો ગોજારો રોડ સાબીત થયો છે. હમણા થોડા દિવસ પહેલા એજ જગ્યાએ એક સાથે આઠ લોકોએ જાન ગુમાવેલ તે જ જગ્યા આજ ફરીવાર એક છકડા રીક્ષાનું એકસીડેન્ટ થતા તે રીક્ષાના ડ્રાઈવરે કાબુ ગુમાવતા ડ્રાઈવરનું ખુદનું મોત નિપજેલ.

બનાવની હકીકત એવી છે કે, વેરાવળ ભાવનગર રોડ જયારનો ફોરલાઈન બની રહ્યો છે ત્યારના એકસીડન્ટ થવામાં સતત વધારો થઈ રહ્યો છે. રોડના કોન્ટ્રાક્ટરો, સેફટી બાબતે કોઈપણ જાતની કાળજી રાખતા નથી. નિયમોને ઘોળીને પી જાય છે. રોડની હાલત તો એટલી ખરાબ છે કે કોઈપણ જગ્યાએ રોડનું કામ ચાલુ છે કે નાળા પુલ્યાનું કામ ચાલુ છે તેવા બોડ પણ લગાવેલ નથી. કે ચેતવણી બોડ પણ નથી જેથી કરીને આ રોડ ઉપર અવારનવાર એકસીડન્ટ થાય છે. તા.૧૧-૧૦-ર૦૧૮ના રોજ તળાજા બાજુથી એક રીક્ષા લોખંડની પ્લેટો ભરીને જાફરાબાદ તરફ જતા આજે વહેલી સવારે નિંગાળા બાજુમાં કે જય્યા પુલનું ચેટીંગ કામ ચાલુ છે ત્યાં ઓચીંતા સ્પીડબ્રેકર આવી જતા રીક્ષાના ડ્રાઈવરે કાબુ ગુમાવતા રીક્ષા જ્યાં ચેટીંગના લોખંડના સળીયા બાંધેલ હતા.તેમાં ખાબકતા રીક્ષાનો ડ્રાઈવર ખુદ જ રીક્ષા દબાઈ ગયેલ અને નીચે લોખંડના સળીયા ડ્રાઈવરને શરીરમાં ઘુસી જવાથી અને રીક્ષા માથે પડવાથી ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નિપજેલ. નિંગાળાના સેવાભાવી લોકોએ આ રીક્ષાના ડ્રાઈવરને જેસીબી મશીનથી રીક્ષા ઉંચી કરીને મહામુસીબતે બહાર કાઢેલ. જેમાં નિંગાળાના સરપંચ હરસુરભાઈ, વાલભાઈ, ભગુભાઈ, નાકરાભાઈ, મુળુભાઈ હરસુરભાઈ, મહેશભાઈ તેમજ જોલાપરના દેવદાસભાઈ, હાદાભાઈ, વાઉભાઈ રામભાઈ, બાબભાઈ, પ્રતાપભાઈ જોલાપરના સરપંચ સુમરાભાઈ, બુધાભાઈ, વાજસુરભાઈ, બાઘાભાઈ ૮૭ વિગેરે આ બન્ને ગ્રામજનોએ મૃતદેહને બહાર કાઢેલ. પીપાવાવ મરીન પોલીસ ઘટનાસ્થળે દોડી આવેલ. આગળની કાર્યવાહી હાથ ધરેલ. મરનાર ડ્રાઈવર ત્રાપજ તણસા વિસ્તારનો આહિર યુવાન મોભ નારણભાઈ મોતીભાઈ હોવાનું જાણવા મળેલ લાશને રાજુલા સરકારી હોસ્પિટલે પી.એમ. માટે ખસેડેલ.

Previous articleરાજુલા ખાતે પત્થરના શહેરમાં શિર્ષક હેઠળ ગીતો- ગઝલોનો કાર્યક્રમ યોજાયો
Next articleસ્કાઉટ ગાઈડના બાળકોએ લીધી વેળાવદર ઉદ્યાનની મુલાકાત