વિશ્વ પ્રાણી સપ્તાહની પુર્ણાહુતી પ્રસંગે ભાવનગર શહેરની ગિજુભાઈ કુમાર મંદિર, દક્ષિણામુર્તિ કુમાર મંદિર તેમજ રાજય પુરસ્કાર સ્કાઉટ-ગાઈડ દ્વારા કાળીયાર રાષ્ટ્રીય ઉધ્ન, વેળાવદર ખાતે વન-ડે શિબિરનું આયોજન કરવામાં આવેલ સવારે ૯ થી સાંજના ૬ દરમ્યાન સ્કાઉટ-ગાઈડને યક્ષિ દર્શન કરાવવામાં આવ્યું તેમજ કાળીયાર રાષ્ટ્રીય ઉધાનની વિશેષતા તેમજ ત્યાં થતા ચાલીસથી વધુ પ્રકારના ધાસ અંગે માહિતી આપવામાં આવી જયારે આહાર અને વિહાર કડીનું જ્ઞાન રમત દ્વારા આપવામાં આવ્યું પક્ષિ અને પ્રાણીનું મનુષ્ય જીવનમાં અને પર્યાવરણ મા શું મહત્વ છે તે અંગેની માહિતી મહેશભાઈ ત્રિવેદી એ.સી.એફ વેળાવદર દ્વારા બાળકોને આપવામાં આવી બપોરે બાદ પ્રકૃતિ અને પર્યાવરણને જોડતી રમતો રમાડવામાં આવી ટ્રેકીંગ દરમ્યાન પશુ પક્ષિના ફુડ પ્રિન્ટની માહિતી અને જાણકારી આપવામાં આવી અભિયારણ સ્થ્ત એકઝીબીશનનો પણ સ્કાઉટ-ગાઈડ લાભ લીધો સમગ્ર શિબિર દરમ્યાન ફોરેસ્ટ ખાતાનો સુંદર સહયોગ મળ્યો.