તાજેતરમાં યોજાયેલ ખેલ મહાકુંભ ર૦૧૮ અંતર્ગત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ ભાગ લીધો હતો. જેમાં બી.એમ.કોમર્સ હાઈસકુલ પ્રાથમિક વિભાગના દિવાળીબેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં ચેસ સ્પર્ધામાં જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે ભાવનાબેન સરવૈયા ૧૦૦મી દૌડમાં જિલ્લાકક્ષાએ પ્રથમ સ્થાન રવીભાઈ ચૌહાણ તથા લાંબીકુદમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર જયદિપભાઈ ગોહિલે મેળવ્યો હતો. આ ત્રણેય શિક્ષકોએ શાળા સાથે ભાવેણાનું નામ રોશન કર્યું હતું. જેઓને ટ્રસ્ટીગણ તથા શાળાના સ્ટાફએ અભિનંદન પાઠવ્યા હતાં.