ભાવનગર પરામાં આવેલ રેલ્વે સ્ટેશન તથા સમગ્ર સંકુલને પ્લાસ્ટીક ફ્રી અને સ્વચ્છ રાખવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા સ્ટેશન પર ઓટોમેટીક પ્લાસ્ટીક ક્રશન મશીન ફીટ કરવામાં આવ્યું છે. લ્પાસ્ટીકની બોટલ, ગ્લાસ સહિતની પ્લાસ્ટીકની વસ્તુઓ આ ક્રશરમાં નાંખતાની સાથે સમગ્ર વસ્તુનો બારીક કતરણ થઈ જાય છે. આ મશીનના લોકાર્પણ સમયે ભાવનગર રેલ્વે ડીવીઝનના રૂપાશ્રી નિવાસ, રાકેશ રાજપુરોહિત સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.