ગાંધીનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લા સેવાસદન ખાતે મીડિયા કન્ટ્રોલીંગ એન્ડ મોનીટરીંગ તેમજ ઇલેકટ્રોનીક મીડિયા મોનીટરીંગ સેન્ટર કાર્યરત કરાયું છે.
જિલ્લા ચૂંટણી અધિકારી સતીશ પટેલ અને નિવાસી અધિક કલેકટર એચ એમ જાડેજાએ મીડિયા મોનીટરીંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. પ્રિન્ટ અને ઇલેકટ્રોનીક મીડિયામાં પ્રસિધ્ધ થતાં સમાચાર સહિતનું મોનીટરીંગ કરવા મીડિયા પ્રામાણિકરણ અને નિયંત્રણ સમિતિની રચના કરાઇ છે. સમિતિના સભ્ય સચિવ નરેશ એલ ચૌધરી નાયબ માહિતી નિયામક, ગાંધીનગર દ્વારા જિલ્લાના સમાચારો અને એડ ન્યૂઝ તથા પેઇડ ન્યૂઝનું મોનીટરીંગ કરાશે.
સેન્ટરમાં પાંચ કોમ્યુટર સિસ્ટમ ઓડિયો હીયરીંગ સાથે ન્યુઝ ચેનલમાં જિલ્લાની ચૂંટણીલક્ષી બાબતને રેકોર્ડ કરવાની વ્યવસ્થા કરાઇ છે.