સિહોર મોટાચોક નવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે આ વર્ષ પણ માતાજીની ગરબી ભાવ ઉમંગ ડીજે, ફટાકડા ફોડીને વાજતે-ગાજતે પધરામણી કરવામાં આવી હતી અને મોટા ચોક નવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા માતાજીની ૧૦ દિવસ અવનવી મૂર્તિઓ સુભાષભાઈ પેઈન્ટરની હાથની કળાથી બનાવવામાં આવી હતી. પ્રથમ દિવસે માં ભગવતી વાઘેશ્વરીના દર્શન ખુલ્લા કરવામાં આવ્યા હતા. મોટા ચોક નવરાત્રિ ઉત્સવ સમિતિ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. સિહોર પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.