ભગવાન ગણેશની મૂર્તિ જેવા હીરાને અશ્વિન ત્રિવેદી દ્વારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડનું સર્ટીફીકેટ

797
gandhi9112017-6.jpg

સુરત શહેરના કરમ ડાયમંડ ગ્રૃપના માલીક કનુભાઈ આસોદરીયાને ત્યાં કુદરતી હિરાના સ્વરૂપમાં જમીનની નીચે ૧૪૦ થી ૧૯૦ કિ.મી. ઉંડાણમાં યોગ્ય કુદરતી પ્રક્રિયા દ્વારા આકાર પામી સાચા હિરાના ભગવાન શ્રી ગણેશની મૂર્તિ આકાર પામેલ છે. કુદરતી રીતે આ પ્રક્રિયા થતા તથા આકાર પામતા ૧ અરબથી ૩.૩ અરબ વર્ષ જેટલો સમય થાય છે. 
કરકમ ડાયમંડ ગ્રૃપના કનુભાઈ આસોદરીયાને ત્યાં કાચા હિરાની રોજીંદી કામગીરી જેવી કે પ્રોસેસીંગ કરતા ભગવાન ગણેશની મૂર્તિ જેવો એક હિરો મળી આવેલ જેનું વજન ૧૮ર.પ૩ કેરેટ જેટલું થાય છે અને દુનિયાના આ એક માત્ર કુદરતી રીતે બનેલા સાચા હિરાના ભગવાન ગણેશની મૂર્તિની કિંમત લગભગ ૬૦૦ કરોડ જેટલી થવા જાય છે. જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન દ્વારા તા. પમી નવેમ્બર, ર૦૧૭ ના રોજ સુરત ખાતે એક કાર્યક્રમમાં ભારતના અધ્યક્ષ સંતોષકુમાર શુકલા, ગુજરાતના અધ્યક્ષ અશ્વિનકુમાર ત્રિવેદી તથા ગુજરાત કો. ઓર્ડીનેટર દિવ્ય ત્રિવેદી દ્વારા વર્લ્ડ રેકોર્ડનું સર્ટીફિકેટ આપવામાં આવેલ છે. 
આ પ્રસંગે કરમ ડાયમંડના માલીક કનુભાઈએ જણાવેલ છે કે આ મૂર્તિ તેઓને વર્ષો પહેલાં કાચા હિરા તરીકે મળી આવેલ અને તેના ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસેસીંગ કામગીરી કર્યા વગર આ ગણેશની મૂર્તિમાં ભગવાન શિવના પણ દર્શન થાય છે. આ ડામયંડના ગણેશની પ્રતિકૃતિ જે જગ્યાએ રાખવામાં આવેલ છે ત્યાં સારી અનુભુતિઓ જોવા મળેલ છે. જેમ કે સુરત એરપોર્ટ ખાતે પ્રતિકૃતિ રાખવામાં આવતા સુરત શહેરને કલીન સીટીમાં રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો ત્યારબાદ અમદાવાદ મ્યુ. કોર્પોરેશનને આ પ્રતિકૃતિ ભેટ સ્વરૂપે આપવામાં આવેલ ત્યાં પણ સકારાત્મક અનુભુતિ જોવા મળી અને અમદાવાદ શહેરને યુનેસ્કો દ્વારા હેરીટેજ સીટીનો દરજજો પ્રાપ્ત થયેલ છે. 
સકારાત્મક ઉર્જા ધરાવતા ગણેશની મૂર્તિના હિરાની કિંમત દુનિયાના બજારમાં લભગભ ૬૦૦ કરોડની થાય છે. જે મોંઘા ગણપતિ તરીકે વર્લ્ડ બુક ઓફ રેકર્ડમાં સ્થાન પામેલ છે અને ગુજરાત તેમજ ભારતનું ગૌરવ દુનિયામાં જાળવ્યું છે.

Previous articleજિલ્લા સેવાસદન ખાતે મીડીયા કંટ્રોલીંગ -મોનીટરીંગ સેન્ટર કાર્યરત
Next articleકોંગ્રેસ દ્વારા નોટબંધી – કાળો દિવસ મનાવાયો