ભાવનગર જીએસટી વિભાગના જોઈન્ટ કમિશ્નર જયકાંત દવેના માર્ગદર્શન હેઠળ આજે ૭ સ્ટોલ રોલીંગ મીલોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં અને તમામની ફેકટરી, વહીવટી ઓફીસ તેમજ ધરો મળી ર૧ સ્ગળે ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. અને સવા કરોડ ઉપરાંતની બેનામી હોવાની શકયતા વાળી રોકડ મળી આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત તા. ર૧ સપ્ટેમ્બરના રોજ ભાવનગર જીએસટી વિભાગ દ્વારા પુષ્કર એન્ટર પ્રાઈઝ તથા આદિત્ય એન્ટરપ્રાઈઝ નામના વેપારીઓને ત્યાં દરોડા પાડીને ૧૦૦ કરોડ ઉપરાંત બોગસ બીલીંગનો પર્દાફાશ કર્યો હતો અને ટેક્ષ તથા દંડ મળી ૩૦ કરોડ જેટલી રકમની વસુલાતની કાર્યવાહી હાથ ધરેલ અને તેની પાસેથી ઝડપાયેલા દસ્તાવેજોની ચકાસણી હાથ ધરાયેલ જેમાં જોઈન્ટ કમિશ્નર જયકાંત દવેના માર્ગદર્શન હેઠળ આજે નવભાર સ્ટીલ રોલીંગ મીલ, એમ.એમ.જી. રોલીંગ મીલ, પાતરાન સ્ટીલ રોલીંગ મીલ, સાલાસર સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, હંસ ઈન્ડસ્ટ્રીઝ, હીરા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ તથા જે.આર.સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ મળી કુલ સાત રોલીંગ મીલો તથા તેની ઓફીસ અને ઘર મળી ર૧ સ્થળોએ ર૧ ઓફીસર તથા ઈન્સ્પેકટરો સહિત ૮૪ના સ્ટાફ સાથે સવારથી દરોડા પડ્યા હતાં. રોલીંગ મીલોમાં જીએસટીના દરોડાના સમાચાર મળતા શહેરની લોખંડ બજાર સહિતના સ્ટીલના વેપારીોઅમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગે જીએસટીના જોઈન્ટ કમિશ્નર જયકાંત દવેએ ‘લોસંસાર’ સાથે ટેલીફોનિક વાતચીતમાં દરોડાને સમર્થન આપયું હતું અને હજુ રાત્રીના તેમજ આવતીકાલે શુક્રવારે તથા તપાસ સતત શરૂ રહેશે અને તમામ સ્થળો મળી અત્યાર સુધીમાં બેનામી હોવાની શક્યતા વાળી ૧.ર૭ કરોડની રોકડ મળી આવી હોવાનું પણ વધુમાં તેમણે જણાવ્યું હતું ત્યારે તપાસના અંતે કુલ આંક પ્રાપ્ત થશે તેમ કહ્યું હતું.