શહેરમાં નવરાત્રી રાસ ગરબાની ખેલૈયાઓ દ્વારા રમઝટ

1569

માતાજીની ભક્તિ અને આરાધના પર્વ સાથે રાસ-ગરબાનાં નવરાત્રી પર્વની ભાવનગર શહેરમાં ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરમાં પોલીસ પરિવાર અને સુરક્ષા સેતુ દ્વારા પોલીસ ગ્રાઉન્ડ તેમજ આબાંવાડી અને મેઘાણી સર્કલ સહિત વિવિધ સ્થળોએ યુવાગૃપો દ્વારા જાહેર રાસ-ગરબામાં આયોજનો કરવામાં આવ્યા છે. ખાનગી આયોજનોની માફક જાહેર આયોજનોમાં પણ અદ્યતન ઓરકેસ્ટ્રા, સાઉન્ડ અને લાઈટ સીસ્ટમો અને ચુસ્ત સીક્યોરીટી ગોઠવવામાં આવી છે અને તેમાં પરંપરાગત તથા ટ્રેડીશ્નલ વસ્ત્રો પરિધાન કરવા સાથે બહેનો મન મુકીને રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે જ્યારે પોલીસ ગ્રાઉન્ડમાં ભાઈઓ બહેનો તથા પોલીસ પરિવારનાં સભ્યો દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાઈ રહી છે દરરોજ વિવિધ કલાકારો પણ આવી રહ્યા છે અને દરરોજ અસંખ્ય ખેલૈયાઓને દાતાઓ અને સ્પોન્સરોનાં સહયોગથી ઈનામોની લ્હાણી કરવામાં આવી રહી છે.

Previous article૭ રોલીંગ મીલોમાં GSTના દરોડા
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે