શહેરના આડોડીયાવાસમાં બે રહેણાંકી મકાનમાં ઘોઘારોડ પોલીેસ રેડ કરી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જયારે બે મહિલા બુટલેગર નાસી જવામાં સફળ રહી હતી.
ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. જી.કે.ઇશરાણીએ ધોધારોડ પો.સ્ટે.ના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ. એમ.એમ.મુનશી, હેડ કોન્સ. વાય.એન.જાડેજા, પો.કોન્સ. ફારૂકભાઇ મહીડા, કિર્તિસિંહ રાણા, ખેંગારસિંહ ગોહિલ, વનરાજસિંહ પરમાર, મહેશભાઇ રાઠોડ, સાગરદાન ગઢવી, કાળુભાઇ રાઠોડ એમ પો. સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા, દરમિયાન પો.કોન્સ. ફારૂકભાઇ મહીડા તથા પો.કોન્સ. વનરાજસિંહ પરમારને મળેલ બાતમી આધારે આડોડીયાવાસમાંથી અરૂણાબેન નિર્મળભાઇ આડોડીયા, બબીતાબેન અજીતભાઇ આડોડીયા, રહે.આડોડીયાવાસ, ભાવનગરવાળાના રહેણાંક ખાતે રેઇડ કરી ઇંગ્લીસ દારૂની બોટલો બોટલ નંગ-૨૦, કિ.રૂા.૬૦૦૦/- નો મુદામાલ મળી આવતા કેસ કરી ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલ છે.