અક્ષય કુમારે છોડી ‘હાઉસફુલ-4’

1058

બોલિવૂડમાં હાલમાં ઘણી મહિલાઓ પોતાની સાથે બનેલી ઘટના અંગે જાહેરમાં વાત કરી રહી છે. હવે આ લિસ્ટમાં સાજીદ ખાન જેવું મોટુ નામ પણ જોડાઇ ગયુ છે તો તેની અસર તેનાં ફિલ્મી કરિઅર પર પણ પડી છે. સાજીદ ખાનનાં ડિરેક્શનમાં બની રહેલી ‘હાઉસફૂલ-4’ પર તવાઇ આવી ગઇ છે. ફિલ્મનાં લિડ એક્ટર અક્ષય કુમારે ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે. કારણ કે ફિલ્મને ડિરેક્ટ સાજીદ ખાન કરે છે તો ફિલ્માં નાના પાટેકર પણ લિડ રોલમાં છે.

અક્ષયે ટ્વિટમાં લખ્યું છે કે, ગત રાત્રે દેશમાં પરત આવ્યો જે બાદ તમામ સમાચાર વાંચીને મને પરેશાની થઇ ગઇ છે. મે ‘હાઉસફુલ-4’નાં પ્રોડ્યુસરને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી શૂટિંગ કેન્સલ કરવા કહ્યું છે આવી વસ્તુઓ વિરુદ્ધ કડક એક્શન લેવાવાં જોઇએ. હું કોઇપણ આરોપી સાથે કામ નહીં કરું. જેનાં પર હેરેસમેન્ટનો આરોપ છે. તમામને ન્યાય મળવો જોઇએ.

Previous articleદેશમાં લાંચ આપનારાની સંખ્યા વધી
Next articleઢુંઢર અને સુરત બળાત્કાર કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે