અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઈંમીટુ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાન મહિલાઓના સેક્સુઅલ હેરેસમેન્ટના આરોપ લગાવવાના મામલામાં વધતા જઇ રહ્યા છે. અત્યારે જમ્મુ કાશ્મીરમાં રેલવે એસડીપીઓના ડેપ્યુટી એસપી શશિ ઠાકુરે એક આઇપીએસ અધિકારી ઉપર શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. ડેપ્યુટી એસપી શશિ ઠાકુરે વિજિલેન્સ ડાયરેક્ટર આલોક પુરી ઉપર શારીરિક શોષણ અને ધમકી આપવાનો આરોપ લાગ્યો છે.
તેમણે કહ્યું કે, લેન્ડ માફિયા સામે અવાજ ઉઠાવવા ઉપર આલોક પુરીએ તેમને સેક્સુઅલી હેરેસ કર્યા હતા. શશિ ઠાકુરે કહ્યું કે, આ મામલે તેમણે ફરિયાદ વિજિલન્સ કમિશનને કરી પરંતુ કોઇ કાર્યવાહી ન થઇ.
આ પહેલા માર્ચમાં આલોક એડીજીપીના પદ ઉપર સેવા મુક્ત થયા હતા. જાન્યુઆરીમાં થયેલા કઠુા રેપ કેસ દરમિયાન આલોક ખુબ જ ચર્ચામાં રહ્યા હતા. તેમણે એસપીઓ દીપક ખજુરિયા દ્વારા બાળકી સાથે રેપ કરવાની વાતનો ખુલાસો કર્યો હતો.
ઘાટીમાં આલોકની ખુબ જ પ્રતિષ્ઠા રહેલી છે. આવી સ્થિતિમાં ઠાકુર દ્વારા લગાવામાં આવેલો આરોપ ચોંકાવનારો છે.
બોલિવૂડથી લઇને મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ઈંમીટુ અભિયાને જોર પકડ્યું છે. અભિયાનની મદદથી અનેક મહિલાઓએ પોતાની સાથે થયેલા સેક્સુઅલ હેરેસમેન્ટને લઇને સામે આવી રહી છે. આમ રોજ નવા નવા ખુલાસા થવાના ચાલુ થઇ ગયા છે.