અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા એક નવો કીર્તિમાન સ્થાપિત કરવા જઇ રહી છે. તેનું એક અંતરિક્ષ યાન અત્યાર સુધીનું સૌથી લાંબું અંતર કાપીને દૂરના પિંડ સુધી પહોંચવાનું છે. શક્યતા છે કે નવા વર્ષે તે રેકોર્ડ બનશે.
નાસાનું ન્યુ હોરાઇઝન પ્રોબ અંતરિક્ષ યાન સૌથી દૂર કુઇપર બેટમાં સ્થિત અલ્ટિમા થુલે નામનાં પિંડ સુધી પહોંચવાનું છે, જે કોઇ પણ અંતરિક્ષ યાનનો સૌથી દૂર સ્થિત કોઇ પિંડ સુધી પહોંચવાનો રેકોર્ડ હશે.
નાસાના નિવેદન મુજબ આ અંતરિક્ષ યાન ૩ ઓકટોબરે એ પિંડની સ્થિતિની જાણકારી મેળવવામાં સફળ રહ્યું છે. આ માટે અંતરિક્ષ યાનને સાડા ત્રણ મિનિટનો સમય લાગ્યો. અંતરિક્ષ યાને આટલી વાર સુધી પોતાની કક્ષાથી થોડે દૂર જવું પડ્યું.
આ દરમિયાન તેની ગતિ ર.૧ મીટર પ્રતિસેકન્ડ રહી ગઇ. નિવેદનમાં એમ પણ કહેવાયું છે કે ૧ જાન્યુઆરી, ર૦૧૯એ તેની અલ્ટિમા થુલે નામના પિંડ સુધી પહોંચવાની આશા છે. ર૦૧૪થી આ પિંડનું ઓફિશિયલ નામ એમયુ-૬૯ રાખવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા એક નવો કીર્તિમાન સ્થાપિત થશે.