શત્રુઘ્ન સિન્હા નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડે તેવી શક્યતા

1768

શત્રુઘ્ન સિન્હાને વારાણસીમાં આવકાર મળે તેવી શક્યતા છે. શત્રુઘ્ન સિન્હા તડનું ફડ કરવા વાળા નેતા તરીકે જાણીતા છે.

ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ અને એક્ટર શત્રુધ્ન સિન્હા આગામી લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદી સામે વારાણસીથી લડે તેવી શક્યતા છે. શત્રુઘ્ન સિન્હા છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની શાસનની નારાજ છે અને મોદી વિરોધી લોકોને ઉત્તેજન આપે છે.

આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, શત્રુઘ્ન સિન્હા સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.

સમાજવાદી પાર્ટીનાં નેતાઓનાં જણાવ્યા અનુસાર, જો શત્રુઘ્ન સિન્હા ભાજપને છોડી દેશે તો, મોદી સામે વારાણસીથી લડે તેવી શક્યતા છે.

શત્રુઘ્ન સિન્હા ઘણા સમયથી વિવિધ મુદ્દાઓને લઇને મોદી પર સીધા જ હુમલાઓ કરે છે અને ટીકાઓ કરે છે. શત્રુઘ્ન સિન્હાને વારાણસીની કાયસ્થ કોમ્યુનિટીનો સપોર્ટ રહેશે અને હાલ તેઓ બિહારની જે બેઠક પરથી ચૂંટણી લડે છે તે વારાણસીથી ખુબ નજીક છે.

Previous articleનાસાનું અંતરિક્ષ યાન કાપશે અત્યાર સુધીનું સૌથી લાંબું અંતર
Next articleહાલ કલંક ફિલ્મના શૂટિંગને લઇને સોનાક્ષી ખુબ જ વ્યસ્ત