ભારત અને વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે હૈદરાબાદમાં રમવામાં આવી રહેલ બીજી ટેસ્ટની સાથે શાર્દુંલ ઠાકોરે ડેબ્યુ કર્યું. શાર્દુલને મોહમ્મદ શમીની જગ્યાએ ટીમ ઇન્ડિયામાં તક આપવામાં આવી છે. કોહલીએ કહ્યું કે શમીને આરામ આપવામાં આવ્યો છે. કારણકે તેને ૬ ટેસ્ટ સતત રમી હતી સાથે જ ઓવર પણ કરી હતી. શાર્દુંલ ભારત તરફથી ટેસ્ટમાં ડેબ્યુ કરનાર ૨૯૪માં ખેલાડી છે. પરંતુ ડેબ્યુ મેચમાં જ શાર્દુલ ઇજાગ્રસ્ત થયો છે.
જ્યારે તે ઇનિંગ્સની ચોથી ઓવર ફેંકી રહ્યો હતો. ત્યારે બોલ ફેંક્યા બાદ તેના પગમાં ખેંચાણ થવા લાગ્યું, આ જોતા તરત જ ફિજિયો મેદાન પર આવ્યા. તેનાથી વાતચીત કર્યા બાગ મેદાનથી બહાર જવા માટે નિર્ણય કર્યોય આશા છે કે તે ફરીથી મેદાનમાં પરત ફરે. જો તે પરત નહીં ફરે તો બાકીની ઇનિંગ્સમાં ભારત પાસે ઉમેશ યાદવ એક જ તેજ બોલર બચશે. શાર્દુલને પગ ખેંચાણને કારણે અશ્વિનથી નવા બોલથી બોલિંગ કરાવવામાં આવી. આ પહેલા વેસ્ટઇન્ડીઝે ટોસ જીત્યો અને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. કોહલીએ કહ્યું કે ટેસ હારવાનો કોઇ અફસોસ નથી કારણકે હૈદરાબાદમાં પિચ એક જેવી જ રહે છે.