ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના પલોડીયા ગામે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં અઢાણા, મુલસણા, નાંદોલી, ઉનાલી, વાંસજડા, શનાવડ, રણછોડપુરા, રકનપુર, રાંચરડા, નાસ્મેદ ગામના લોકોને વિવિધ પ્રમાણપત્રો, રેશનકાર્ડ સહિત વિવિધ દાખલાઓનો અંદાજે ૯,૫૦૦ અરજદારોને સ્થળ ઉપર લાભ આપવામાં આવ્યો હતો. આ સેવાસેતું કાર્યક્રમમાં આર.ટી.ઓ. દ્વારા કાચું લાયસન્સ તથા મેડીકલ ચેકઅપ કેમ્પ અને આયુર્વેદ કેમ્પ દ્વારા વિશાળ સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
કલોલ તાલુકાના મામલતદાર વિષ્ણુભાઇ આર. પટેલ, તાલુકા વિકાસ અધિકારી મૌલિક ડોંગા, વિસ્તરણ અધિકારી બી.એમ. રબારી, મનોજભાઇ બારોટે સેવાસેતુંના સુંદર સંચાલન દ્વારા લાભાર્થીઓને વિવિધ પ્રમાણ પત્રોનું સ્થળ ઉપર વિતરણ કરવામાં આવ્યું હતું.
પલોડીયા ગામે યોજાયેલ સેવાસેતું કાર્યક્રમમાં ખાખરીયા અને પછાત વિસ્તારના ગામોના લાભાર્થીઓને સાંકળી લઇ ગ્રામજનોને સ્થળ પર લાભ આપવામાં આવ્યો હતો. પશુ આરેાગ્ય કેમ્પનું પણ પલોડીયા ગામમાં આયોજન કરવામાં આવ્યું હતું. પશુ આરોગ્ય કેમ્પમાં ૬૫૦૦ જેટલા પશુઓની સારંવાર અને રસીકરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નૈલેશભાઇ શાહ, પલોડીયાના તલાટી હાર્દિકભાઇ ઠાકોર તથા સરપંચ ગીતાબેન ઠાકોરે સતત હાજરી આપી લાભાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.