સેશન્સ કોર્ટમાં આજે હાર્દિક પટેલ સહિત પાટીદાર બંધુઓ પર લગાવામાં આવેલા રોજદ્રોહના કેસ અંગે ચાર્જફ્રેમની પ્રક્રિયા કરવામાં આવવાની હતી જોકે દિનેશ બાંભણિયા પિતાની તબિયત સારી ન હોવાને લીધે કોર્ટ સમક્ષ હાજર ન થતાં કોર્ટે આ મામલે મુદત આપતા વધુ સુનાવણી ૨૬મી ઓક્ટોબરના રોજ હાથ ધરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટ સમક્ષ દલીલ કરી કે ગત મુદતે પણ દિનેશ ભામણિયા હાજર રહ્યા ન હતા અને આજે ફરીવાર આવી ઘટના બની છે કે તેઓ હાજર રહ્યા નથીપસરકારી વકીલ દિનેશ ભામણિયા વિરુદ્ધ બિન-જમીન પાત્ર વોરંટ જારી કરવાની વાત કરી હતી.
વર્ષ ૨૦૧૫માં પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પાટેલ સહિતના પાટીદાર બંધુઓ પર રાજદ્રોહની ફરિયાદ દાખલ થઈ હતી જે કેસમાં આરોપીઓ હાલ જમીન પર છે. આ કેસની સુનવણી હાલ સેશન્સ કોર્ટમાં ચાલી રહી છેપસેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ હાજર રહ્યા હતા.