ડિજિટલ નાણાકીય તકનીક એ ૨૦૦૬ થી વિશ્વભરમાં પ્રવાહ ઊભા કર્યો છે,ડિજિટલ મૂલ્ય પ્રણાલીઓએ વપરાશકર્તાઓના નેટવર્ક સાથે વહેંચાયેલ એન્ક્રિપ્શન ટેક્નોલૉજી અને વિતરિત કમ્પ્યુટર સિસ્ટમ્સ અને વિવિધ સુરક્ષા સ્તરોનો સમાવેશ કરે છે.સમગ્ર વિશ્વ માં અત્યાર સુધી અનેક લોયલ્ટી પ્રોગ્રામ ચાલે છે પરંતુ એવું કોઈપણ લોયલ્ટી પ્રોગ્રામ નથી જે ફક્ત કોઈ ભારતીય દ્વારા ચલાવવામાં આવતું હોય આજે અમદાવાદ જ્યારે એક અમદાવાદી દ્વારા આ રીત ના પ્રોગ્રામ ની શરૂઆત કરવામાં આવી છે તે સમગ્ર ભારત માટે એક ગર્વ ની વાત છે.
અમેરો રિસર્ચ એન્ડ લોયલ્ટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ ના ડિરેક્ટર અભિષેક ઠક્કરે જણાવ્યું કે “આ લોયલ્ટી પ્રોગ્રામ શરુ કરવા પાછળ નો મારો મુખ્ય ઉદ્દેશ એ હતો કે આજના હરીફાઈ ના સમય માં જે નાના વેપારીઓ ને તકલીફ થઇ રહી છે તે દૂર થાય અને સાથે સાથે ગ્રાહકો ને પણ ફાયદો મળી રહે.અને મને આનંદ થાય છે કે અમે ગુજરાત ની પ્રથમ લોયલ્ટી પ્રોગ્રામ શરુ કરવા વાળી કંપની બની ગયા છીએ.આ અમેરો કોઈન થકી ગ્રાહકો મોબાઈલ રિચાર્જ, કરિયાણું, કપડા, ઇલેક્ટ્રોનિક્સ વગેરે દરેક વસ્તુ માં ઉપયોગ કરી શકશે અત્યાર સુધી અમારી પાસે લગભગ ૩૦૦૦ વેપારીઓ ની અરજીઓ આવી ગયી છે અને અમે તેમાંથી સારા લોકો ને શોધી રહયા છીએ.આવનારા સમય માં આ પ્રોગ્રામ માં વધુ ૪૮૦ કરોડ રોકાણ કરવાની અમારી યોજના છે. આ કાર્યક્રમ થકી ગ્રાહક વર્તણૂકમાં ફેરફાર આવશે, નાના અને મધ્યમ વેપારીઓને ફાયદો થશે,વેપારીઓને રિસર્ચ અને માર્કેટિંગ જેવી અનેક સુવિધાઓ પુરી પાડવામાં આવશે.” અમેરો રિસર્ચ એન્ડ લોયલ્ટી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ ના લીગલ અને ફાઇનાન્શિયલ એડવાઈઝર સચિન ઠક્કરે જણાવ્યું કે “ડિજિટલ નાણાકીય તકનીકી ટોકન્સ, ઉત્પાદનો વગેરે પરંપરાગત ચુકવણી પદ્ધતિઓ પર ઓફર કરી શકે છે તે ફાયદા ખરેખર નોંધપાત્ર છે.તેઓ લોકોને તેમના મૂલ્યને સુરક્ષિત અને બાહ્ય એજન્સી વગર સુરક્ષિત અને સુરક્ષિત રીતે સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપે છે.ફાઇનાન્સના ઇતિહાસમાં પ્રથમ વખત,વ્યક્તિ પોતાના ફંડ્સ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી શકે છે અને નાણાંકીય મધ્યસ્થી દ્વારા વર્ચ્યુઅલ રીતે કોઈ ખર્ચ વિના મોકલવામાં વગર મિનિટોના સમયની અંદર વિશ્વમાં ગમે ત્યાં સુનિશ્ચિત મૂલ્ય મોકલી શકે છે.”