રાજુલા તાલુકાના બારપટોળી ગામમાં જાણે યમરાજના ધામા ત્રણ દિવસમાં ત્રણના મોત જેમાં બે યુવાના મોતનું કારણ બેરોજગારી અને આજે આહિર સમાજના કુળગોર કિશોરભાઈ ઓઝાને એટેક આવતા પ મીનીટમાં જ પ્રાણપંખેરૂ ઉડી ગયું આવા ત્રણ દિવસમાં ગામમાં ત્રણ ત્રણ મોતથી ગામ લોકો સ્તબ્ધ થઈ આખા ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
જાણવા મળતી વિગતો પ્રમાણે ર દિવસ પહેલા હરીભાઈ રૂડાભાઈ જીતીયા નામના વણકર યુવાને બેરોજગારીથી કંટાળી મોતને વ્હાલુ કરેલ ત્યાં આજે તેના જ કાકા બાપાના ભાઈ જીણાભાઈ રામભાઈ જીતીયા ઉ.વ.૩પ રે.જુની બારપટોળી તે ઘરેથી ગુમ થતા તેને શોધવા વણકર પરિવાર સાથે ગામના સરપંચ આતાભાઈ વાઘ સાથે ગામ આગેવાનો તેમજ દેવાતભાઈ વાઘ સહિત ગામના તળાવના કાંઠે જીણાભાઈના કપડા સહિતે નજરે પડતા સરપંચ આતાભાઈ દ્વારા તુરંત પોલીસ મથકના પીઆઈ યુ.ડી. જાડેજા, ડેપ્યુટી કલેક્ટર ડાભી, મામલતદાર કચેરીના રાજ્યગુરૂ સહિત કાફલો તેમજ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, ઘનશ્યામભાઈ લાખણોત્રા, ચેતનભાઈ ભુવા સહિત ઘટનાસ્થળે પહોંચી લાશને બહાર કાઢવા ગામના તરવૈયા યુવાનો તેમજ તંત્રના તરવૈયા ટીમ દ્વારા ઉંડા પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલે પીએમ માટે મોકલાઈ ત્યારે ગામના સરપંચ આતાભાઈ વાઘે ડેપ્યુટી કલેક્ટર અને પીઆઈ યુ.ડી. જાડેજા, ધારાસભ્ય અંબરીશભાઈ ડેર સહિત તંત્રના અધિકારીઓને બે યુવાનોના મોતનું મુળ કારણ બેરોજગારીથી જ મોતને વ્હાલુ કરેલ છે. વિસ્તારમાં પ થી ૬ મહાકાય કંપનીઓ હોવા છતા સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને રોજગારી ન મળતા કરે પણ શું ખેતમજુરી માટે ઓણ ભયંકર દુષ્કાળ પડ્યો છે. ખેડૂતના ઘરમાં હતુ તેનું પાક વાવેતર ત્રણ ત્રણ વખત કરેલ હોય અને વરસાદ ન પડતા ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ જતા ખેતમજુરી પણ મળતી નથી અને ખેડૂતો પણ ટપોટપ આપઘાત કરી રહ્યાં છે ત્યારે આવી કાળઝાળ મોંઘવારીમાં ઘરના સભ્યોનું પેટ કેમ ભરવું તેવું બન્ને યુવાનોના પરિવારે લખાવેલ છે તેમજ ગામના સરપંચ આતાભાઈ વાઘ અને ગામ આગેવાનોએ રૂબરૂ રજૂઆત કરેલ છે કે, યુવાનો માટે નોંધ લ્યો અને પ-પ મહાકાય કંપનીઓના અધિકારીઓને કહી બાબરીયાવાડના દરેક યુવાનોને નોકરી ધંધો આપે નહીતર હજુ ભયંકર સ્થિતિ જોવા મળશે અને રાજુલા-જાફરાબાદ, તાલુકા અસરગ્રસ્ત જાહેર કરી રોજગારી માટેની સરકાર તરફથી રાહત કામો સહિત યોજના તાત્કાલિક અમલમાં આવે તેવું કરવા યુવા નેતા દેવાતભાઈ વાઘે રૂબરૂ રજૂઆત કરેલ છે.