અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, ગુજરાત સિમેન્ટ વર્કસ-કોવાયા, કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટીના સહયોગ દ્વારા મહિલા અને બાળવિભાગ દ્વારા પોષણ વૃધ્ધિ હેતુ કોવાયા આંગણવાડી કેન્દ્ર પર કિશોરી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વાનગી સ્પર્ધામાં કોવાયા ગામની ૩૦ જેટલી કિશોરીએ ભાગ લીધો હતો.જેમાં કિશોરીઓ દ્વારા પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી રજૂ કરવામાં આવી હતી સાથે સાથે આકર્ષક સજાવટ દ્વારા સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
આ સ્પર્ધામાં મુખ્યરૂપથી સી.એસ.આર. હેડ વિનોદ શ્રીવાસ્તવ, વિશેષ અતિથિ વક્તા ભાવનાબેન પરમાર અને પ્રકાશલક્ષ્મી રાજ્યગુરૂ તથા સ્થાનિક આંગણવાડી નંબર ૧ર૭, ૧ર૮, ૧ર૯ના વર્કર બહેનો અને હેલ્પરો બહેનો હેલ્થ વર્કર ગીતાબેન તથા કોવાયા ગામની આશાવર્કર ઉપરાંત કોવાયા સ્કુલના આચાર્ય જયદિપભાઈ વાઢેર અને શિક્ષકગણએ પણ આ સ્પર્ધામાં હાજરી આપી કિશોરીઓના ઉત્સાહમાં વધારો કર્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવના પરમારે વાનગીનું સ્વાદ, સુંદરતા અને પૌષ્ટિક્તાના માપદંડ પર પ્રસ્તુત વાનગીઓનું અવલોકન કર્યુ.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય જયદિપભાઈ વાઢેર તથા શાળાના શિક્ષકગણ, આંગણવાડી કાર્યકરો, હીનાબેન વ્યાસ, હેતલબેન જોશી તથા રણુબેન પીપીપી હેલ્પર્સ, હેલ્થ વર્કર અને કોવાયા સ્કુલના વિદ્યાર્થીઓ ઉપરાંત અલ્ટ્રાટેક સીએસઆર ટીમમાંથી વિનોદ શ્રીવાસ્તવ, રાજેન્દ્ર કુશ્વાહા, ઈશા દેસાઈ, રાહુલ ભટ્ટી, લાભ લાખણોત્રા, માંડલિયા પ્રિયંકાનો પણ સારો એવો સહકાર રહ્યો હતો.