શહેરના ડી.ડીવીઝન પોલીસે છેલ્લા ૬ વર્ષથી ગુનો આચરી નાસતા ફરતા શખ્સને બાતમી રાહે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર બનાવ અંગે પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર મુળ મોરબી જિલ્લાનો અને હાલ બોરતળાવ કુમુદવાડીમાં હિરા ધસતો રાજન ઉર્ફે નરેશ રમેશ યાદવ (ઉ.વ.ર૭) વાળો આજની ૬ વર્ષ પુર્વે આઈપીસી કલમ ૩ર૩, ૪૯૮ (ક) મુજબ અપરાધ આચરી ફરાર હોય આ આરોપી હોવાની બાતમી ડી.ડીવીઝન પોલીસને મળતા સ્ટાફએ કુમુદવાડીના નાકા પાસેથી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.