સિહોરનો કુખ્યાત બુટલેગર ‘જયલો’ આખરે ઝડપાયો

3188

સિહોરનો કુખ્યાત બુટલેગર જયેશ ભાણજી મકવાણા ઉર્ફે જયલાની એલસીબી પોલીસે ધરપકડ કરી છે.

થોડા દિવસો પુર્વે સિહોરની એકતા સોસાયટીમાં રહેતા અને હોસ્પિટલમાં કામ કરતા ગિરીશ જીવરાજભાઈ બારૈયાને સિહોરમાં રહેતા અને દેશી-ઈંગ્લીશ  દારૂનો વેપલો કરતા જયેશ ઉર્ફે જયલો ભાણજી મકવાણાએ ધાક ધમકી આપતા ગિરીશએ સુસાઈડ નોટ લઈ સીહોર પોલીસ મથકમાં જાતેથી સળગી જઈ આપઘાત કર્યો હતો. જે અંગે મૃતકના ભાઈએ જયેશ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ મુદ્દાએ શહેર જિલ્લામાં ખાસી ચકચાર મચાવી હતી. પરંતુ આરોપી જયલો ફરાર હોય આજરોજ ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમએ પુર્વ બાતમી આધારે જયેશની ધરપકડ કરી સિહોર પોલીસને આપ્યો હતો. સિહોર પોલીસ શનિવારે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માંગ કરશે.

Previous articleકતપર ગામે માલધારી સમાજે પોલીસ પહેરા વચ્ચે નવરાત્રિ નિમિત્તે મંદિરમાં દર્શન-પૂજા કરી
Next articleઅલંગ શીપયાર્ડના વિકાસ માટે કેન્દ્ર સરકારે ફેરસ ફંડ ફાળવ્યું