નવલા નોરતાં નિમિત્તે શહેરમાં રાસગરબા સાથે પ્રાચીન પરંપરા અકબંધ….

1857

ભાવનગર શહેરમાં એક બાદ એક નવલા નોરતાના દિવસો પસાર થઈ રહ્યા છે ત્યારે બીજા નોરતે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ જાહેર આયોજનો તથા શેરી ગરબામાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે મહિલાઓ બાળકો તથા યુવાનો નવરાત્રિના પરંપરાગત પોશાકોમાં સજ્જ બનીને રાસ ગરબા લેવા માટે જાહેર સ્થળે પહોંચી રહ્યા છે. શહેરના ક્રેસન્ટ હાદાનગર ભારત નગર આનંદ નગર કુંભારવાડા બોર તળાવ સહિતના વિસ્તારોમાં નયનરમ્ય રોશની ના જળહળાટ સુંદર શમીયાણા ઓ તૈયાર કરવામાં આવ્યા છે તદુપરાંત શેરી ગરબા નો ટ્રેન્ડ આજે પણ અકબંધ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વડવા, કુભારવાડા, હાદાનગર સહિતના વિસ્તારોમાં પરંપરાગત અખ્યાન,ભવાઇ ના સુંદર આયોજનો કરવામાં આવ્યા છે. આ બાબત નો એક ખાસ ચાહક વગૅ આજે પણ મોજુદ છે. જાહેર સ્થળોએ કરવામાં આવેલા રાસ ગરબા ના આયોજનોમાં ઇનમો,નાસ્તા, પ્રસાદ નુ પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો અક્ષરવાડી, ઇસ્કોન હરેકૃષ્ણ ધામ સહિત ના સ્થળોએ નવરાત્રી નુ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Previous articleઅલંગ શીપયાર્ડના વિકાસ માટે કેન્દ્ર સરકારે ફેરસ ફંડ ફાળવ્યું
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે