ગયા વર્ષની ૮ નવેમ્બરના રોજ આપણા પ્રધાનમંત્રીએ નોટબંધી દેશ ઉપર લાદી હતી. અચાનક આ તઘલખી નિર્ણયથી જાણે ગરીબ લોકો પાસે મોટા પ્રમાણમાં કાળુ ધન મળી આવશે તેમ માની બેતુકકો નિર્ણય લીધો પચાસ દિવસ પછી તમને તમારા સ્વપ્નનુ ભારત મળશે તો આજે એક વર્ષ પૂર્ણ થતા શુ મળી ગયુ સ્વપ્નનુ ભારત ? કોઈ ઉદ્યોગપતિ લાઇનમા જોવા મળ્યો ? મોટા નેતાઓને પરેશાની થઈ ? કેટલુ કાળુ ધન મળ્યુ ? આવા અનેક સવાલો છે પણ મળ્યુ તો વેપાર ધંધો ઠપ્પ, લઘુઉદ્યોગો બંધ, જીડીપી તુટી પડી, નોકરી રોજગાર બંધ આવા કાળા નિર્ણય ને એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશમા કોગ્રેસ દ્વારા કાળો દિવસ તરીકે મનાવવામાં આવ્યો. જેમા સિહોર કોંગ્રેસ દ્વારા પણ આજરોજ સવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરવામા આવ્યો અને આ કાળા નિર્ણયને લીધે જે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો તેને માટે બે મિનિટ મૌન ધારણ કરી પ્રાર્થના કરવામા આવી હતી.
આ કાળો દિવસ મનાવી વિરોધ પ્રદર્શનમા સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરૂભાઇ ચૌહાણ તથા સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ માવજીભાઇ પટેલ, મિલનભાઇ કુવાડીયા, કિરણભાઇ ઘેલડા, મુકેશભાઇ જાની, પ્રતાપસિંહ મોરી, જયરાજસિંહ મોરી, જગદીશભાઈ શેલાણા, દિનેશભાઈ પટેલ, ચેતનભાઇ ત્રિવેદી, સુભાષભાઇ રાઠોડ, કીરપાલસિંહ ગોહિલ, નૌશાદભાઇ કુરેશી તથા સિહોર શહેર-તાલુકા કોંગ્રેસના આગેવાનો, અગ્રણીઓ, પદાધિકારીઓ, નગરસેવકો, તાલુકા પંચાયત સદસ્યો, જીલ્લા પંચાયતના સદસ્યો, આઇ.ટી.સેલ, યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, તેમજ વિવિધ સેલના હોદ્દેદારો અને કાર્યકર મિત્રો હાજર રહયા હતા.