જિંદગી સંપૂર્ણ અનિશ્ચિત છે. શંકર આઈ.એ.એસ. એકેડમીના સ્થાપક અને સીઈઓ પ્રોફેસર શંકર દેવરાજને ૪૫ વર્ષની ઉંમરે ફાંસી લગાવીને આપઘાત કરી લીધો છે. ચેન્નાઈના માઈલપુર સ્થિત ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો.
પ્રોફેસર શંકર દેવરાજન તમિલનાડુમાં ‘શંકર આઈએએસ એકેડમી’ માટે મશહૂર હતા, જેની સ્થાપના ૨૦૦૪માં ચેન્નાઈમાં થઈ હતી. ત્યારથી આજ સુધી એમની એકેડમીમાં તૈયારી કરીને ૯૦૦ યુવાનો આઈ.એ.એસ, આઈપીએસ કે રાજ્ય સરકારની ક્લાસ-૧-૨ અધિકારી બનવામાં સફળ રહ્યાં છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર એમણે વ્યક્તિગત કારણોસર આપઘાત કર્યો છે. એકેડમીના વિદ્યાર્થી વચ્ચે શોકનો માહોલ છે.
આ રાજ્યની પ્રથમ એકેડમી હતી, જેનું લક્ષ્ય આઈએએસ અને આઈપીએસ બનવા ઈચ્છતા યુવાનો તૈયારીની ટ્રેનિંગ આપતી હતી. આ એકેડમી ખાસ કરીને પછાત સમુદાયના યુવાનો પર ખાસ ધ્યાન આપતી હતી, જેથી એ ભવિષ્યમાં સફળતા હાંસલ કરી શકે. શંકર દેવરાજનના પરિવારમાં પત્ની અને બે પુત્રી છે.
તમિલનાડુના કૃષ્ણગિરીમાં રહેતા શંકરનો પરિવાર ખેતીવાડી સાથે જોડાયેલો હતો, તેમના પિતા બચપનમાં અવસન પામ્યા હતાં. શંકર દેવરાજને એગ્રી કલ્ચરમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી.