શૂટિંગમાં મનુ ભાકર અને બેડમિન્ટનમાં લક્ષ્યએ જીત્યો સિલ્વર

1511

યુવાન નિશાનેબાજ મનુ ભાકરે શુક્રવારે સિલ્વર મેડલ જીત્યા બાદ યુથ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી બીજી ભારતીય ખેલાડી બની ગઈ છે. પુરુષ હોકી ટીમે પોલેન્ડને ૪-૨થી હરાવીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારતના બેડમિન્ટર સ્ટાન લક્ષ્ય સેને સિલ્વર મેડલ જીત્યો છે. મનુ ભાકરે ૧૦મી. એર પિસ્ટલ મિક્સ્ડ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં તાજિકિસ્તાનના બેહજાન ફાયેજુલાએવ સાથે રમીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેમની જોડી ગોલ્ડ મેડલની મેચમાં જર્મનીના વાનેસા સીગર અને બુલ્ગારિયાના કિરિલ કિરોવ સામે ૩-૧૦થી હારી ગઈ હતી. આ રીતે ભારતે નિશાનેબાજી અભિયાન બે ગોલ્ડ અને ત્રણ સિલ્વર સાથે સમાપ્ત કર્યું છે. મનુ પહેલાં જુડોકા તાબાબીએ યુથ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા હતા. યુથ ઓલિમ્પિકની ભારતીય ટીમે અત્યાર સુધી ૮ મેડલ જીત્યા છે, જેમાંથી ૫ નિશાનેબાજીમાં આવ્યા છે. મનુ અને સૌરભ ચૌધરીએ પુરુષ તથા મહિલા એર પિસ્ટલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. શાનુ માને અને મેહુલી ઘોષે પુરુષ તથા મહિલા ૧૦ મી. એર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

 

Previous articleવિરાટ કોહલી ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યો
Next articleનવરાત્રિ ગરબા ઉત્સવમાં સહભાગી થતા વિજયભાઈ રૂપાણી