ઘુમતો ઘુમતો જાય આજ માંનો ગરબો ઘુમતો જાય… રાજ્યમાં નવરાત્રિની મોજ

817

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિમાં ત્રીજા નોરતે ગાંધીનગરના ધારાસભ્યો ડૉ. સી.જે.ચાવડા અને શંભુજી ઠાકોરે ઉપસ્થિત રહીને માતાજીની આરતી ઉતારી હતી. ગાંધીનગરના કોર્પોરેટર જીતુભાઈ રાયકા અને ગાંધીનગરની સ્વૈચ્છિક, સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓના સુત્રધારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણામાં નિર્મિત ૭૧ ફૂટ ઊંચા ગબ્બરના સાનિધ્યમાં ખેલૈયાઓ મન મુકીને ગરબે રમી રહ્યાં છે.  એક એકથી ચડિયાતા ભાતીગળ વસ્ત્રોમાં શોભતા ખેલૈયાઓ અજબ ગજબની ઊર્જાથી ગરબે રમી રહ્યાં છે.

Previous article૧૬મીથી ગીરને પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ કરી દેવાશે
Next articleભાવેણાના શિવાંગ બી. વ્યાસને બેસ્ટ કાર્ટુનીંગ એવોર્ડથી નવાજાયો