ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પ્રથમ વર્ષ બી.એ.માં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ માટે ઓરીએન્ટેશનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાવનગરના ડો.સવિતાબેન વાઘેલા (મનોવિજ્ઞાન)નું મનોવિજ્ઞાનનો ઉદ્દભવ અને વિકાસ વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં મનુષ્ય જીવનમાં મનોવિજ્ઞાન કઈ રીતે ભાગ ભજવે છે તેના વિષે વિસ્તૃત માહિતી આપી હતી.