ધંધુકા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી મહોત્સવન ઉજવણી કરવામાં આવી હતી.
અતિથિ વિશેષ પદે સાળંગપુર બીએપીએસ મંદિરના કોઠારી સ્વામી જ્ઞાનેશ્વર સ્વામી ઉપસ્થિત રહ્યા હતાં. આ પ્રસંગે સહ પ્રાંત પ્રચારક ગુજરાત પ્રાંત મહેશભાઈ જીવાણીએ બૌધીક આપ્યું હતું. પ્રાર્થના, સામુહિક ગીત, અમૃત વચન, વ્યકતીગત ગીત યોજાયા હતાં. તથા શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું. પથ સંચલન કરવામાં આવ્યું હતું. જે ધંધુકા શહેરના મુખ્ય માર્ગો ઉપર ધ્વજ સાથે શિસ્ત બધ્ધ રીતે કર્યું હતું. પથ સંચાલનનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.