દામનગર શહેરી સહિત ત્રીસથી વધુ ગ્રામ્ય વિસ્તાર માટે ૨૪ કલાક દરમ્યાન માત્ર ૨૬ એસ ટી બસ જ આવે છે તેમાં મોટા ભાગની ઢસા થી ગારીયાધાર જતી શટલ બસો ચાલે છે.
દામનગર શહેર માં કરોડો ના ખર્ચે બનતા નવા એસ ટી ડેપો ની કિંમતી જમીન એક રૂપિયા ના ટોકન ભાડે ૯૯ વર્ષ ના ભાડા પટ્ટા થી મેળવી લેનાર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે બગીચા પ્લોટ માં જવા ના રસ્તા પર એક ઇંચ જગ્યા છોડવા તૈયાર નથી જે દામનગર શહેર માં થી કરોડો ની કિંમત ની જમીન મળી તે શહેરી વિસ્તાર ને પરિહવન અને રસ્તા બંને રીતે હળહળતો અન્યાય કેમ ? એસ ટી તંત્ર દ્વારા મુસાફરો ને અતિથિ દેવો ભવ માનવા લાંબા રૂટ ની એસ ટી ના વચનો અનેક પ્રકાર ના રૂટ ની સુવિધા ઓ આપવા ની વાતો પછી પાંત્રીસ વર્ષ માં એસ ટી તંત્ર એ દામનગર સહિત ગ્રામ્ય વિસ્તાર માટે એક પણ બાકડો છાપરું છાંયડો પીવા ના પાણી કોઈ પણ વ્યવસ્થા કેમ ન કરાય ?
દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે ૨૪ કલાક દરમ્યાન ૨૬ એસ ટી બસ નું જ પરિવહન અને બીજી બાજુ કરોડો ના ખર્ચે નવો ડેપો ના નામે શોપિંગ કોમ્પ્લેક્ષ ઉભુ કરી નાણાં નિપજાવી લેવા નો ઈરાદો ઉધાડો પડી ગયો છે ત્યારે દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે આવો હળહળતો અન્યાય ક્યાં સુધી કરાશે ?
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ને દામનગર ગામતળ માં ૫૧૮૪ મીટર જમીન એક રૂપિયા ના ટોકન થી ૯૯ વર્ષ ના ભાડા પટ્ટા થી આપી તેમાંની અનેક શરતો નો ભંગ કરતું એસટી તંત્ર કરે તે લીલા અને પ્રજા કરે તે શીનાળા ની યુક્તિ કેમ ? આ કિંમતી જમીન મેળવી માત્ર વાણિજ્ય કોમ્પ્લેક્ષ બનાવી નાણાં ઉપજાવી લેવા નો એસ ટી તંત્ર નો મલિન ઈરાદો દેખાઈ આવે છે દામનગર શહેર ની અતિ કિંમતી મોકાની જમીન એસ ટી બસ સ્ટેન્ડ ના રૂપાળા નામે વર્ષો થી વાર વાર શરત ભંગ થતી આવી છે ત્યારે એસ ટી સુવિધા જ અપૂરતી છે ત્યારે આવો મોટો ડેપો કેમ? ૨૪ કલાક દરમ્યાન માત્ર ૨૬ આવતી જતી બંને તરફ ની એસ ટી બસો છે લાંબા રૂટ ને કે લોકલ માત્ર ૨૪ કલાક ની ૨૬ બસો આવતી જતી હોય તે અંગે ભારે અન્યાય પરિહવન માટે કોઈ સુવિધા નથી અને કિંમતી જમીન મેળવી તેના પર જરૂર થી વધુ મોટું બાંધકામ કરી નાણાં મેળવી શોપિંગ સેન્ટર ઉભું કરવા ની વાત ની શહેર માં ભારે ચર્ચા આવડો મોટો ડેપો બનાવી દામનગર ની બગીચા પ્લોટ ના નામે ઓળખાતી જમીન પર બાંધકામ કરી જાહેર રસ્તા ઓ લે આઉટ પ્લાન માં દર્શાવ્યા પ્રમાણે કેમ નહિ ?આવા અનેકો સવાલ સાથે શહેર ભર માં ટોક ઓફ ધી ટાઉન બનેલ છે.