ટાણા ગામે ધોળા દિવસે બંધ રહેણાંકી મકાનમાંથી રોકડ, દાગીનાની ચોરી

1440
bvn9112017-5.jpg

સિહોર તાલુકાના ટાણા ગામે બંધ રહેણાંકી મકાનમાંથી તસ્કરો ધોળા દિવસે અંદર પ્રવેશી ટીપણામાં રાખેલા રોકડ, દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, સિહોર તાલુકાના ટાણા ગામે રહેતા રફીકભાઈ શંભુભાઈ કુરેશી કોઈ કામ સબબ પોતાના વતન ખરકડી ગયા હતા ત્યારે તેમના બંધ મકાનમાં ધોળા દિવસે કોઈ અજાણ્યા તસ્કરો તાળા-નકુચા તોડી અંદર પ્રવેશી રૂમમાં રાખેલ ટીપણામાંથી રોકડ રૂા.૩૪ હજાર અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા.૧,૭૭,પ૦૦ની મત્તાની ચોરી કરી નાસી છુટ્યા હતા. બનાવ અંગેની જાણ સિહોર પોલીસને કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ રફીકભાઈની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleમાછીમારોમાં જાગૃતતા લાવવા ઘોઘા મરીન પો.સ્ટે. ખાતે મીટીંગ યોજાઈ
Next articleમહુવામાંથી ઈંગ્લીશ દારૂ સાથે બે બુટલેગરોને ઝડપી લીધા