શહેરની આઈટીઆઈ કોલેજના ગેઈટ પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને નિલમબાગ પોલીસ સ્ટાફે રેડ કરી રોકડ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
નિલમબાગ પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેટર જે.જે.રબારી તથા ડી-સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ જીગ્નેશભાઈ મારૂને ખાનગી બાતમી રાહે હકિકત આધારે આઈ.ટી.આઈ કોલેજના ગેટ પાસે રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા મહમદભાઈ અબ્દુલભાઈ રાઠોડ રહે. આઈ.ટી.આઈ પેડેકની અંદર યુનિવર્સીટી અંદરની બાજુ, અલીભાઈ ઉમરખાન પઠાણ રહે. આઈ.ટી.આઈ પેડેકની અંદર યુનિવર્સીટી અંદરની બાજુ, ઈમરાનભાઈ હબીબભાઈ બાવનાકા રહે.આઈ.ટી.આઈ પેડેકની અંદર યુનિવર્સીટી અંદરની બાજુ, સોહિલભાઈ ગફારભાઈ પઠાણ રહે.આઈ.ટી.આઈ પેડેક ની અંદર ભાવનગર વાળાઓ પાસેથી રોકડા રૂ.૧૮,૪૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૩ કી.રૂ.૩,૦૦૦/- મળી કુલ રૂ.૨૧,૪૦૦/- ના મુદામાલ સાથે ૪ આરોપીઓને પોલીસ ઇન્સ્પેટર જે.જે.રબારીએ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ.