આજરોજ ઈસ્કોન કલબ, ભાવનગર ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ ડો. જૈમીન વસાની ચેરમેનશીપ હેઠળ રીજીયોનલ કાઉન્સીલની મીટીંગ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના યજમાનપદે યોજાયેલ, જેમા સુરત, વડોદરા, ગાંધીધામ, બનાસકાંઠા, જામનગર, જુનાગઢ, રાજકોટ, ઝાલાવાડ (સુરેન્દ્રનગર) ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખો અને પ્રતિનીધિઓ તેમજ ચેમ્બરની મેનેજીંગ કમિટિના સભ્યો, અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ તથા શીપ રીસાઈકલીંગ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન, ભાવનગર પ્લાસ્ટીક મેન્યુ. એસોસીએશન, સિહોર સ્ટીલ રી રોલીંગ મીલ એસોસીએશન, ભાવનગર ડીસ્ટ્રીકટ સોલ્ટ મેન્યુ. એસોસીએશન, ભાવનગર ડીસ્ટ્રી. ચેમ્બર ઓફ ઈન્ડસ્ટ્રીઝ, ચિત્રા ઈન્ડ. એસોસીએશન, વરતેજ જીઆઈડીસી એસોસીએશન, બોટાદ જીઆઈપડીસી એસોસીએશન તથા સિહોર, પાલિતાણા અને મહુવા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.
કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ સુનીલભાઈ વડોદરીયાએ શાબ્દીક પ્રવચન કરેલ ત્યાર બાદ રીજીયોનલ કાઉન્સીલના ચેરમેન ડો. જૈમીનભાઈ વસાએ રીજીયોનલ કા.ન્સીલની કામગીરીની વિગતવાર માહિતી આપેલ આ ઉપરાંત એમએસએમઈ કોન્કલેવ -ર૦૧૯ વાઈબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર સમીટના આયોજન અંગે થયેલ પ્રગતી અંગે તથા વિવિધ ચેમ્બર્સને યોજાનાર એકઝીબીશન અને કોન્ફરન્સમાં કેવી રીતે સહભાગી બનાવી શકાય તે અંગે ચર્ચા કરેલ. ગુજરાત ચેમ્બર દ્વારા ગ્લોબલ કોનકલેવ ચેમ્બર્સ અને નેશનલ કોન્કલેવ ઓફ ચેમ્બર્સનાના ભાગરૂપે થનાર સમીટમાં ગુજરાત સરકાર સાથે થનારા આયોજન અંગે જાણકારી આપેલ.
ગુજરાત વીંગની યુથ કમિટિના પ્રમુખ સૌમીલભાઈ પુરોહીતે યુથ વીગની પ્રવૃત્તિ વિશે માહિતી આપેલ અને ભાવનગર યુથ ચેપ્ટરની જાહેરાત કરી તેના ચેરમેનપદે .દ્યોગપતિ બૈજુભાઈ મહેતાની વરણી અંગને ઘોષણા કરેલ, આ પ્રસંગે ગુજરાત ચેમ્બરના ઉપપ્રમુખ દુર્ગેશભાઈ બુચે પણ પ્રસંગોચિત પ્રવચન કરેલ તેમજ સેક્રેટરી નિલેશભાઈ શુકલએ વાઈબ્રન્ટ સમિટમાં એમએસએમઈ કોન્કલેવ અંગે વિસ્તૃત માહિતી આપેલ.