વાણિજયક વેરા વિભાગ ભાવનગર દ્વારા સાત રોલીંગ મીલોમાં જીએસટી અંગે પડાયેલા દરોડામાં બે પેઢીઓએ ૭૬ લાખની જીએસટી ચોરી કબુલી હતી. જયારે ત્રણ પેઢીઓનું સાહિત્ય તથા દસ્તાવેજ તપાસ માટે ઝપ્ત કરવામાં આવેલ.ત ેમજ અન્ય બે પેઢીઓની તપાસ બાકી હોય સીલ કરવામાં આવી હોવાનું આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
ગત તા. ૧૧ ઓકટોબરના રોજ ભાવનગર જીએસટી વિભાગ દ્વારા જોઈન્ટ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ નવભારત સ્ટીલ રોલીંગ મીલ, એમ.એમ.જી. રોલીંગ મીલ, પાતરાન સ્ટીલ રોલીંગ મીલ, સાલાસર સ્ટીલ ઈન્ડસ્ટ્રી, હંસ સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ, હીરા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ તથા જે.આર. સ્ટીલ ઈન્ડ. સહિત સાત રોલીંગ મીલોમાં જીએસટી અંગે દરોડા પાડવામાં આવેલ જેમાં તમામ ફેકટરીઓ, વહીવટી ઓફીસ તેમજ ઘરે મળી કુલ ર૧ સ્થળો પર ર૧ ઓફીસરો ઉપરાંત ઈન્સ્પેકટરો મળી ૮૪ના સ્ટાફ સાથે ચેકીંગ કામગીરી હાથ ધરી હતી અને સતત બે દિવસ ઉપરાંત ચાલેલી ચેકીંગ કામગીરી દરમ્યાન પાતરાન સ્ટીલ રોલીંગ મીલે પપ.૩૯ લાખ અને સાલાસર સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝે ર૧ લાખની જીએસટી ચોરી કબુલી લીધી હતી. તેમજ જોઈન્ટ કમિશ્નર દવેએ લોકસંસાર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ.
આ ઉપરાંત નવભારત સ્ટીલ રોલીંગ મીલ, એમ.એમ.જી રોલીંગ મીલ તેમજ હંસ ઈન્ડસ્ટ્રીઝના સાહિત્ય તથા દસ્તાવેજ તપાસ માટે જપ્ત કરવામાં આવેલ. તેમજ હીરા સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝ અને જે.આર. સ્ટીલ ઈન્ડસ્ટ્રીઝના માલિકોને વ્યવહારિક કારણોસર તપાસ હાલ પુરતી બંધ રાખી સીલ મારવામાં આવ્યા હોવાનું જણાવેલ આમ જીએસટીના દરોડાથી લોખંડના વેપારીઓમાં ફફડાટ ફેલાવા પામ્યો છે.