યુવાનો અને યુવતીઓના પ્રિય એવા નવરાત્રીના આજે ચોથા નોરતે અત્યાધુનિક ઓરકેસ્ટ્રના સથવારે રાસ-ગરબાની જમાવટ બોલાવી હતી. ખાનગી આયોજનોને આંટી મારે તેવા જાહેર આયોજનો ભાવનગર શહેરમાં થયા છે. અને રાત્રીના હજારો ખેલૈયાઓ અવનવા સ્ટેપ્સ સાથે રાસ-ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે નાઈટ પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.