શનિવારે અફઘાનિસ્તાનમાં ઇલેકશનની રેલીમાં વિસ્ફોટ થયો છે જેના લીધે ૧૨ લોકોના મોત થાય છે. આ વિસ્ફોટના લીધે ૩૨થી પણ વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રેલી દરમ્યાન મોટરસાઇકલ પર વિસ્ફોટક સામગ્રી રાખવામાં આવી હતી. કોઈ આતંકવાદી જૂથ દ્વારા આ હુમલાનો દાવો નથી કરવામાં આવ્યો. નાફીફા ઉમેદવારને સાંભળવા માટે રેલીમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા પરંતુ જયારે આ વિસ્ફોટ થયો ત્યારે તે હાજર નહતા.