ગુરુગ્રામમાં એડિશનલ સેશન જજ કૃષ્ણકાંત શર્માના આવાસ ઉપર છેલ્લા બે વર્ષથી સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મીએ આજે ભરચક બજારમાં તેમની પત્નિ અને પુત્રને ગોળી મારી દીધી હતી. બંનેને ગંભીર હાલતમાં મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરોપી હેડકોન્સ્ટેબલ ૩૨ વર્ષિય મહિપાલની ગુરુગાવ-ફરિદાબાદથી ધરપકડ કરી લેવામાં આવી છે. કોન્સ્ટેબલે ગોળીબાર કેમ કર્યો તેને લઇને પુછપરછ કરવામાં આવી રહી છે. પત્નિ અને પુત્ર શોપિંગ માટે સેક્ટર ૫૧ના આર્કેડિયા માર્કેટમાં ગયા હતા ત્યારે ગોળીબાર કરાયો હતો.