ગુવાહાટીમાં ભર બપોરે બોમ્બ બ્લાસ્ટ : ચાર લોકો ઘાયલ

992

હાલમાં ભારત દેશ તેના ઘણા રાજ્યોમાં આતંકી અને નક્સલીઓ સામે લડી રહ્યો છે. ત્યાં અવાર-નવાર તેમના દ્વારા કરતા હુમલાઓની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક ઘટના શનિવારે બપોરે આસામના ગુવાહાટીમાં ઘટી હતી. સામાન્ય પ્રજામાં ભય ફેલાવતી આવી ઘટનાઓ વચ્ચે આજે ભર બપોરે ગુવાહાટી બોમ્બ ધડાકાથી ગૂંજી ઉઠ્યું હતું.ગુવાહાટીમાં બોમ્બ ધડાકાની ખબરે ત્યાંના પોલીસ તંત્રને હલાવી નાંખ્યું હતું.

સમાચાર મળતા તરત જ હરકતમાં આવેલી ગુવાહાટી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને નાકાબંધી કરીને ઘેરી લીધો હતો. હાલમાં સીલ કરેલા ઘટનાસ્થળેથી પુરાવા શોધવામાં આવી રહ્યા છે.

સૂત્રો મુજબ શનિવારે બપોરે ગુવાહાટીના શુક્લેશ્વર ઘાટમાં આવેલા પાન બજારમાં બોમ્બ ધડાકો થયો હતો. જેમાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ બોમ્બ ધડાકામાં કોઇ પણ જાનહાનિના સમાચાર પ્રાપ્ય નથી. ઇજાગ્રસ્તોને તુરંત જ ગુવાહાટીની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલે પોલીસે હાલમાં કોઇ નિવેદન આપ્યું નથી પરંતુ ગુવાહાટીની પ્રજાને ધ્યાનમાં રાખીને ગુવાહાટી જોઇન્ટ સીપી દિગાંત બોરાએ સંદેશો આપતા જણાવ્યું કે બપોરે પોણા બારની આસપાસ રિવર ફ્રન્ટ માર્કેટની દિવાલ પાસે બોમ્બ ધડાકો થયો હતો અને હાલમાં તેની શરૂઆતની તપાસમાં કોઇ પણ પ્રકારના ષડયંત્રની સંભાવનાઓ દેખાતી નથી. આ મામલાને આંખે દેખનારાઓ જણાવ્યું કે આ બોમ્બ ધડાકો ખૂબ જ શક્તિશાળી હતો, જેમાં તેની પાસેની મજબૂત દિવાલ ટૂટી ગઇ હતી અને તેની ઇંટો દૂર સુધી ઉડી હતી.

Previous articleપ્રધાન એમજે અકબર સામે આક્ષેપો સંદર્ભે તપાસ થશે
Next articleવડાપ્રધાન મોદીને મારી નાંખવાની ધમકીવાળો ઈ-મેલ દિલ્હી પો.કમિશ્નરને મળ્યો