કરિના, દીપિકા, વિદ્યાબાલન દ્વારા જાહેરાતોમાં કરવામાં આવતા ખોટા દાવા વિરુદ્ધ ફરિયાદ

2166

કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર(ઝ્રઈઇઝ્ર)-અમદાવાદની મહત્વની ફરિયાદોને તાજેતરમાં એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડડ્‌ર્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા(છજીઝ્રૈં)એ સમર્થન આપ્યું છે. ઝ્રઈઇઝ્રએ શેમ્પુ અને હેરહોઈલની જાહેરાતોમાં અભિનેત્રીઓ દ્વારા કરાવવામાં આવતા અયોગ્યને અતિશયોક્તિભર્યા દાવાઓ સામે ફરિયાદો મોકલી હતી, જેમાં ડાબર વાટિકા શેમ્પૂની જાહેરખબરમાં કરિના કપૂર-ખાન, લોરિયલ પેરિસ ઓક્સ્ટ્રાઓર્ડિનરી ક્લે શેમ્પૂની જાહેરખબરમાં દીપિકા પદુકોણ અને નિહાર શાંતિબદામ આમ્લા હેરઓઈલની જાહેરખબરમાં વિદ્યાબાલનને કામ કર્યું છે.આ જાહેરાતો કરનારી કંપનીઓ એવા પુરાવા આપવામાં નિષ્ફળ નીવડી હતી કે જે-તે સેલિબ્રિટી તરફથી જાહેરાતમાં જે દાવા કરવામાં આવ્યા છે એ દાવા સાચા હોવાની સેલિબ્રિટીએ પૂરી ખાતરી કરીને સહમતિ આપી હતી. ડાબર શેમ્પુની જાહેરાતમાં સત-પોષણના તત્વોનો ઉપયોગ કર્યા હોવાનો દાવો છે, જેના એર્ડવર્ટાઈઝર્સ પૂરાવા નથી આપી શક્યા. એ જ રીતે લોરિયલની જાહેરખબરમાં શેમ્પુના વપરાશથી વાળ સળંગ ૭૨ કલાક તરોતાજા રહે છે એવો પાયાવિહોણો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે શાંતિવાટિકાની જાહેરાતમાં એ તેલમાં બદામના ગુણ હોવાથી વાળ શ્યામ અને લિસ્સા બનશે એવો દાવો કરવામાં આવ્યો છે.

Previous article#MeTooર્ના નિશાનમાં બોલીવુડની નામાંકિત હસ્તીયા!
Next articleસુભાષ ઘાઈએ મસાજ કરાવીને કિસ કરવાનો પ્રયાસ કર્યો, મોડેલે નોંધાવી પોલીસ ફરિયાદ