ગાંધીનગરમાં કર્યા અનોખા ગરબા, ખેલૈયાઓને આ રીતે પ્રવેશ આપ્યો

1634

હાલ રાજ્યભરમાં નવલી નવરાત્રિની ઉજવણી ધામધૂમ પૂર્વક ઉજવાઇ રહી છે અને ગુજરાતના તમામ મોટા જિલ્લાઓમાં નવરાત્રિની અનોખી રીતે ઉજવણી થઇ રહી છે. જો કે હાલ રાજ્યમાં મહિલાઓની છેડતીના બનાવોને રોકવા માટે વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરોએ અનોખી પ્રથા અપનાવી છે.

ગાંધીનગરના સેક્ટર ૧૧ ખાતે યોજાયેલા ગરબામાં ખેલૈયાઓને ગૌ મૂત્ર છાંટી અને તિલક કર્યા બાદ જ કમ્પાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગેટ પાસે ઉભા રહી ખેલૈયાઓને તિલક કર્યા બાદ જ ગરબે ઘુમવા માટે જવા દીધા હતા.

Previous articleસુભાષ ઘાઈએ મસાજ કરાવીને કિસ કરવાનો પ્રયાસ કર્યો, મોડેલે નોંધાવી પોલીસ ફરિયાદ
Next articleમાણસાના અલ્કાપુરીમાં કચરા પેટીનાં અભાવે ખુલ્લામાં ઉકરડા