કલ્ચરલ ફોરમમાં કૃષિમંત્રીએ આરતી ઉતારી

1075

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં શનિવારે કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરસોતમભાઈ રૂપાલાએ મા આદ્યશક્તિની આરતી ઉતારી હતી.

ગાંધીનગરના સમદર્શન આશ્રમના પૂજ્ય ગુરૂમા અને ગાંધીનગરના મહિલા આગેવાનો પણ ગાંધીનગરના ગરબામાં પધાર્યા હતા. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્તભાઈ જહાએ પરંપરાગત ખેસ પહેરાવીને રૂપાલા સાહેબનું સ્વાગત કર્યું હતું.

ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં આજે ચોથી રાત્રીએ ગુજરાતના જાણીતા ગાયિકા દર્શના ગાંધી ઠકકર અને રિશીન સરૈયાએ ધૂમ મચાવી હતી. શનિ-રવિની રજાઓને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રીમાં ૭૧ ફૂટ ઊંચા ગબ્બરનું નિર્માણ કરાયું છે. ગબ્બરના સાનિધ્યમાં ગબ્બર ચોકમાં પગ મુકવાની જગ્યા ન હોય એટલો માનવ મહેરામણ ઉમટ્યો હતો.

Previous articleમાણસાના અલ્કાપુરીમાં કચરા પેટીનાં અભાવે ખુલ્લામાં ઉકરડા
Next articleમોંઘી વીજળી ખરીદી સરકારે ખાનગી કંપનીઓને ૪૧૦૦ કરોડનો લાભ કરાવ્યો